પ્રજાને પડ્યો બેવડો મારઃ ટ્રાફિક નિયમનો દંડ પણ ભરો, ડબલ ભાવે હેલમેટ ખરીદો

ટ્રાફિકના નવા નિયમોને પગલે હેલમેટના વેપારી અને PUC કાઢનારાને બખ્ખા પડી ગયા છે. ડબલ ભાવે વેચાઈ રહેલા હેલમેટની ગુણવત્તા વીશે પણ પ્રશ્ન છે. તંત્રએ એ માટે કોઈ તકેદારી લીધી નથી. PUC કઢાવવા મામલે પણ ઘાલમેલ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વાહનચાલકોને કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવી. સરકારે પ્રજાને દંડના બદલામાં હેલમેટ આપવા જોઈએ એવા પણ વાહન ચાલકોએ આક્ષેપ કર્યો હતો.

  • 450 વાળા હેલમેટના ભાવ 950, સલામતી કેટલી?
  • દંડ વસુલો છો તો હેલમેટ પણ તમે જ આપોને – વાહનચાલકો
  • પ્રજા હેલમેટ અને PUCને મામલે લૂંટાઈ રહી છે ત્યારે જવાબદાર કોણ?

ગુજરાત ભરમાં સરકાર દ્વારા આજથી નવો મોટર વ્હીકલ એક્ટ અમલી કરી દેવામાં આવ્યો છે પણ આ નવા ટ્રાફિક રૂલ્સને લીધે PUC અને હેલમેટ વેચતા વેપારીઓને બખ્ખા પડી ગયા છે. ઉઘાડે ચોક રૂા. 450ના ભાવના હેલમેટ રૂા. 950માં વેચાય છે. જ્યારે PUCમાં પણ પોલમપોલ ચાલી રહી છે. તંત્ર આ મુદ્દે કંઈ પગલા લેશે કે પ્રજા પાસેથી દંડ પણ વસૂલશે અને તેમને વેપારીઓને હાથે દંડાવા પણ દેશ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

દંડને બદલે હેલમેટ આપો

વળી સામાન્ય વાહન ચાલકો એવી માંગ પણ કરી રહી છે કે આવડો મોટો દંડ વસૂલો છો તો હેલમેટ પણ તમે જ આપી દ્યોને. કારણ કે રાજ્યભરમાં સાદા હેલમેટ જે 450માં વેચાતા હતા તેનો ભાવ અચાનકથી 950થી 1000 સુધીનો થઈ ગયો છે એટલું જ નહીં પરંતુ PUC કઢાવવા માટે પણ રાતોરાત લાંબી લાંબી લાઈનો લાગી છે જેને પગલે PUC માં પણ ઘાલમેલ થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

ડબલ ભાવે વેચાઈ રહેલા હેલમેટ નકલી છે કે અસલી ?- કોણ કરશે ચકાસણી?

પરંતુ જે હેલ્મેટ પર સલામતીની વાતો થઇ રહી છે તે હેલ્મેટ કેટલી ગુણવત્તાવાળી છે, તે લોકોનું માથું સલામત રાખી શકશે કે નહીં? તેની ચકાસણી કરવાની તસદી હજુ સુધી કોઇ લઇ રહ્યું હોવાનું દેખાતું નથી. આજથી ટ્રાફિકના નવા નિયમના સખત પાલનની તંત્ર દ્વારા જોરશોરથી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતથી શહેરીજનો રીતસરના ફ્ફડી ગયા છે. ઘર ઘરમાં એક જ ચર્ચા છે, હેલ્મેટ ખરીદી લો, નહીંતર દંડ થશે.

નકલી હેલમેટ વેચાય છે

ફૂટપાથ પર વેચાઇ રહેલી હેલ્મેટ પર આઇએસઆઇના નકલી માર્કા લાગેલા છે, પરંતુ તે સાચા છે કે પ્રિન્ટ કરીને લોકોને વેચવામાં આવી રહ્યા છે આ બાબતે એકપણ તંત્રે ચકાસણી કરી રહ્યાનું દેખાતું નથી. દંડ વસૂલવાની સાથે તંત્રએ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો