ટુ-વ્હીલરચાલકો આનંદો! ગુજરાતના શહેરી-અર્ધશહેરી વિસ્તારમાં હવે હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં, કેબિનેટ બેઠકમાં નિર્ણય

વાહનચાલકો માટે અત્યંત આકરા દંડના કડક ટ્રાફિકના નિયમો અમલમાં આવ્યા બાદ એક રાહતરૂપ સમાચાર છે. ગુજરાત સરકારે બુધવારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે, હવેથી મહાનગરપાલિકા (મ્યુનિ. કોર્પોરેશન) અને નગરપાલિકા તથા મ્યુનિસિપાલિટીની હદમાં આવતા એટલે કે શહેરી-અર્ધશહેરી વિસ્તારોમાં ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ પહેરવું મરજિયાત કરાશે. આમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારમાં કોઈ પણ ટુ-વ્હીલરચાલક હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવશે તો તેને ટ્રાફિક પોલીસ દંડ કરી શકશે નહીં. અલબત્ત, હાઈવે પર ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે અને તે નિયમનું પાલન નહીં કરનારને આકરો દંડ પણ કરાશે.

ઘણા સમયથી ટુ-વ્હીલરચાલકોની હેલ્મેટમાં રાહતની માગ હતી

ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિકને કારણે આમેય ટુ-વ્હીલરની ગતિ ભાગ્યે જ કલાકના 50 કિ.મી.થી ઉપર જતી હોય છે. બીજીતરફ હેલ્મેટને સાચવવા અને તેની જાળવણીમાં ઘણી તકલીફ પડતી હોવાની પણ ટુ-વ્હીલરચાલકોની ઘણા સમયથી ફરિયાદ હતી. અમુક કાનૂની જોગવાઈઓને ટાંકીને પણ ટુ-વ્હીલરચાલકો ઘણા લાંબા સમયથી માગણી કરી રહ્યા હતા કે, કમસેકમ શહેરી કે અર્ધ-શહેરી વિસ્તારોમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમમાં છૂટ આપવામાં આવે.

હાઈવે પર ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત, દંડ ચાલુ રહેશે

જો કે, ગુજરાત સરકારની કેબિનેટમાં સ્ટેટ તથા નેશનલ હાઈવે પર વાહન હંકારતા ટુ-વ્હીલરચાલકો માટે હેલ્મેટ ફરજિયાત હોવાનો નિયમ ચાલુ રાખ્યો છે. હાઈવે પર વાહનની ગતિ કલાકના 50 કિ.મી.થી પણ વધુ રહેતી હોય છે. આ સંજોગોમાં અકસ્માત થાય તો ટુ-વ્હીલરચાલકને માથામાં ઈજા પહોંચવાનું જોખમ વધી જાય છે. આ સંજોગોમાં હાઈવે પર ટુ-વ્હીલરચાલક માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ ચાલુ રખાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર દંડની જોગવાઈ પણ ચાલુ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો