હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠ્યા, હેલ્મેટ પણ બાઈક ચાલકનો જીવ ન બચાવી શક્યું, પ્રજામાં આશ્ચર્ય સાથે રોષ

અમદાવાદઃ શહેરના પાંજરાપોળ પાસે આજે સવારે BRTS બસની અડફેટે લેતા નયન રામ અને જયેશ નામના બે સગા ભાઈઓના મોત થયા છે. જો કે વાહન ચાલકે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેનું મોત થયું હતું. જેને પગલે હેલ્મેટ પહેરવાથી જીવ બચી જાય એવા તર્ક સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હેલ્મેટ પહેર્યું હોવાથી તમને કોઈ બીઆરટીએસ બસ કે ટ્રક કચડી નહીં નાંખે?. એક તો પહેલેથી જ ફરજીયાત હેલ્મેટ પહેરવા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, તેમાં પણ આજે બનેલી દુર્ઘટનાથી લોકો વધુ રોષે ભરાયા છે. જો બાઈક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોત તો તેની સામે ગુનો પણ નોંધાઈ શક્યો હતો.

પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, ગીચ વિસ્તારોમાં બીઆરટીએસ કોરિડોરમાં થતા ટ્રાફિકને કારણે આ પ્રકારના અકસ્માતો થવાની શક્યતા વધુ છે. તેમજ ટ્રાફિક પોઈન્ટ પર ઘણીવાર સિગ્નલ બંધ હોય છે અથવા તો મોડેથી ચાલુ થતું હોવાની પણ ફરિયાદો ઉઠે છે, ત્યારે આ પ્રકારની સમસ્યાઓ હલ કરવી પણ જરૂરી છે.

હેલ્મેટની સલામતી સામે પ્રશ્નાર્થ

ગુજરાતમાં થોડા સમય પહેલા સરકારે વાહન ચાલકોની સલામતી માટે સીટ બેલ્ટ અને હેલ્મેટ ફરજીયાત કર્યા હતા, જેમાં દંડની રકમ વધારીને હેલ્મેટ વિનાના લોકોને ઠેર ઠેર દંડવાનું શરૂ કર્યું હતું. તે સમયે સરકાર એવી જાહેરાત કરતી હતી કે, નાગરિકોએ સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. પરંતુ આજના અકસ્માતની ઘટનાથી હેલ્મેટની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ શહેરના નાગરિકોમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે, અકસ્માત સમયે ટૂ-વ્હીલર ચાલકે હેલ્મેટ પહેર્યું હતું કે કેમ?જેનો જવાબ હામાં મળ્યા બાદ શહેરીજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે, મૃતક યુવાને હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સરકારે ઉઘરાવેલા હેલ્મેટના દંડમાંથી વળતર આપશે?

અકસ્માત સમયે હાજર લોકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોતને ભેટેલા યુવકે હેલ્મેટ પહેર્યું હતું. હેલ્મેટ પહેરવા છતાં અકસ્માતનું તેનું મોત થયું છે. સરકાર લાખો રૂપિયાનો હેલ્મેટના કાયદાનો દંડ ઉઘરાવી રહી છે, તો શું હવે સરકાર તેમને વળતર આપશે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો