જમ્યા પછી બેસી જવાને બદલે શા માટે જરૂરી છે ચાલવું? ચાલવાના ફાયદા જાણો અને શેર કરો

આપણે દિવસમાં ઓછામાં ઓછી બે વાર તો જમીએ જ છીએ, અને જો સવારે નાસ્તો કરીએ તો ત્રણવાર, પણ આપણે ખાધા પછી હંમેશા બેસી રહેતા હોઈએ છીએ. જમ્યા પછી આપણને આળસ પણ ખૂબ જ આવતી હોય છે. રાતના જમ્યા બાદ તો આપણે સીધા ઊંઘવા જ જતા રહીએ છીએ. પણ એવું કરવાથી આપણા સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે. એટલે જ ઘણીવાર આપણને જમ્યા પછી સીધા ઉંઘવાને બદલે થોડીવાર ચાલવાની સલાહ આપવામાં આવે છે.

જો આપણે જમ્યા પછી થોડીવાર ચાલીએ તો આપણા બ્લડમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝ્મ પણ સારું રહે છે. જમ્યા પછી ચાલવાથી આપણે માનસિક અને શારીરિક એમ બંને રીતે સ્વસ્થ રહીએ છીએ. જમ્યા પછી ચાલવાના ઘણા ફાયદાઓ છે.

જમ્યા બાદ થોડું ચાલવું –
જમ્યા પછી પોતાની ચાલવાની ઝડપ પર ધ્યાન આપવું, વધુ સ્પીડમાં ન ભાગવું કે તમને પેટમાં દુઃખાવો થવા લાગે. એટલે જ જમ્યા બાદ ધીરે-ધીરે ચાલવું. સવારે નાસ્તો કર્યા બાદ, બપોરે જમ્યા બાદ અને રાતે ખાધા પછી દસ મિનિટ માપની ઝડપે ચાલવું જોઈએ. એનાથી તમારું સ્વાસ્થ્ય બરાબર રહેશે.

ચાલવાથી થતા ફાયદા –
નાસ્તો અને બંને સમયનું જમ્યા બાદ ચાલવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. તમે એક જગ્યા પર બેસી રહો કે આડા પડી જાઓ તો તમારું વજન વધે છે. જમ્યા પછી ચાલવાથી મેટાબોલિઝ્મ સુધારે છે, અને તમારી કેલરી બર્ન થાય છે. જે લોકોએ વજન ઘટાડવું હોય એ લોકોએ જમ્યા બાદ ચાલવા જવું જ જોઈએ, તેમના માટે આમ કરવું ફાયદાકારક સાબિત થાય છે.

જો ચાલવા માટે બહાર જઈ શકાય એમ ન હોય તો જમ્યા પછી તમે ઘરમાં પણ 10 મિનિટ સુધી ચાલી લો. આમ કરવાથી તમારું પાચન સ્વસ્થ રહે છે.

જમ્યા પછી આપણા શરીરમાં બ્લડ શુગર વધુ જાય છે, ખાસ કરીને જે લોકોને શુગરની સમસ્યા હોય છે એ લોકોમાં શુગર ઝડપથી વધે છે. જમ્યા પછી થોડીવાર ચાલવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે જે લોકોને શુગરની સમસ્યા હોય એ લોકોએ જમ્યા પછી તરત 10 મિનિટ તો ચાલવું જ જોઈએ.

ચાલવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ચાલવાથી તમારો મૂડ સારો રહે છે એ વાત ઘણા રિસર્ચમાં જાણવા મળી છે. ચાલવાથી કોર્ટિસોલ, ઍડ્રેનલાઇન સહિતના તણાવવાળા હોર્મોન્સ ઓછા થાય છે. જયારે તમે ચાલો છો ત્યારે શરીરમાં એંડોર્ફિન રિલીઝ થાય છે, જે કુદરતી પેઈન કિલરનું કામ કરે છે. એટલે પણ જમ્યા પછી ચાલવું જરૂરી છે.

જો તમને પણ જમ્યા પછી મોડી રાતે ભૂખ લાગતી હોય તો રાતે જમ્યા બાદ ચાલવા જવું તમારા માટે સારું રહેશે. ચાલવાથી તમને સંતુષ્ટિ થશે અને મોડી રાતે ખાવાની ઈચ્છા નહિ થાય.

જો જમ્યા પછી ચાલવાના આટલા ફાયદા જાણ્યા પછી પણ હવે તમે ચાલવાનું શરુ નહિ કરો તો અપચો અને બીજી સમસ્યાઓ થઇ શકે છે. એટલે જમ્યા પછી ચાલવાનું શરુ કરી દો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો