ઉનાળામાં શરીર પર ગરમી નીકળતી હોય તો ઘરેલુ નુસ્ખા અપનાવીને શરીરની ગરમીથી મેળવો રાહત, જાણો અને શેર કરો

ગરમીની ઋતુમાં (Summer season) લોકોને શરીર પર ગરમી નીકળતી હોય છે. મોટાભાગના લોકોને પીઠ અને ગળાના ભાગ પર નીકળે છે, પરંતુ ઘણા લોકોને કમર અને છાતી પર ગરમી નીકળે છે. ગરમી નીકળવાના કારણે લોકોને ખંજવાળ અને બળતરાની સમસ્યા થાય છે. અહીંયા ગરમીથી રાહત મેળવવાના ઉપાયની જાણકારી આપવામાં આવી છે. તમે આ ઘરેલુ નુસ્ખા (home remedis) અપનાવીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ કરો
તમે ગરમી દૂર કરવા માટે નારિયેળ તેલ અને કપૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે બે થી ત્રણ ચમચી નારિયેલ તેલ લો. તે બાદ કપૂરના ત્રણ-ચાર ટુકડા લઈને તેનો પાઉડર બનાવી લો. આ કપૂર પાઉડરને તેલમાં ઉમેરીને તેનો લેપ બનાવો. જે જગ્યાએ ગરમી નીકળી હોય તે જગ્યા પર લેપ લગાવી લો. આ લેપ થોડાક દિવસ સુધી નિયમિતરૂપે લગાવો.

બરફથી સમસ્યામાં રાહત થશે
ગરમીથી રાહત મેળવવા તમે બરફનો પણ ઉપયોગ કરી શકો છો. બરફના ટુકડા લઈને ગરમી થયેલ જગ્યા પર ઘસો, આ રીતે થોડાક દિવસોમાં ગરમી દૂર થઈ જશે.

મુલતાની માટીથી ગરમીમાં મળશે રાહત
ગરમીથી રાહત મેળવવા માટે તમે મુલતાની માટીનો પણ ઉપયોગ કરી શકો છો. કેટલાક કલાક સુધી બે-ત્રણ ચમચી મુલતાની માટીને બે-ત્રણ ચમચી પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ આ પેસ્ટને ગરમીવાળી જગ્યા પર લગાવો. સુકાયા બાદ તેન ધોઈ નાખો. થોડાક દિવસ સુધી આ લેપ લગાવો, જેનાથી તમને ગરમીથી રાહત મળશે.

ઓટમીલનો ઉપયોગ કરો
ગરમીને દૂર કરવા માટે તમે ઓટમીલનો ઉપયોગ કરી શકો છો. નહાતા પહેલા બાથ ટબ અથવા ડોલમાં બે-ત્રણ ચમચી ઓટમીલ નાખો. આ પાણીથી વીસ મિનિટ સુધી સ્નાન કરો. થોડાક દિવસ સુધી આ ઓટમીલના પાણીથી સ્નાનથી કરો, જેનાથી ગરમીથી રાહત મેળવો.

એલોવેરા જેલ લગાવો
ગરમીથી રાહત મેળવવા માટે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. ગરમીવાળી જગ્યા પર હળવા હાથે એલોવેરા જેલ લગાવી લો. થોડાક દિવસ સુધી એલોવેરા જેલ લગાવો. એલોવેરાના તાજા પત્તાનો ઉપયોગ કરવો એ વધુ લાભકારી છે.

ચંદન
ગરમીના કારણે થતી બળતરા અને ખંજવાળ દૂર કરવામાં ચંદન ખૂબ જ લાભકારી છે. તે માટે તમે એક મોટી ચમચી ચંદન પાઉડર લો અને તેમાં એક ચમચી ગુલાબજળ ભેળવી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો અને સૂકાવા પર તેને ધોઈ નાખો. બજારમાં મળતા ચંદન પાઉડર કરતા ચંદનની લાકડીને ઘસીને તૈયાર કરેલ ચંદનનો ઉપયોગ કરવાથી તે વધુ અસર કરે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો