રાઈના દાણા અનેક સમસ્યાઓ માટે છે રામબાણ ઈલાજ, માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ જ ફાયદાકારક છે

રાઈનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. અથાણા, ઢોકળા, સાંભર, પોહા, નારિયેળની ચટણી, દાળ વગેરે જેવી દરેક ચટાકેદાર વાનગીમાં પણ વઘાર માટે રાઈનો ઉપયોગ કરવામાં આવે છે. રાઈનો વઘાર કરવાથી કોઈ પણ વાનગીના સ્વાદ ડબલ થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ તે રાઈ ફક્ત વઘાર માટે જ ઉપયોગમાં નથી લેવામાં આવતી. તેમાં પરેલા ઔષધીય ગુણોથી માથાનો દુખાવો અને અપચાથી લઈને માંસપેસીઓમાં દુઃખાવો, દાદ અને શ્વાસની બિમારીઓ વગેરે જેવી ઢગલાબંધ બિમારીઓમાં રાહત મળી શકે છે. જાણો તેના ચોંકાવનારા ફાયદાઓ.

રાઈના ફાયદાઓ વિશે જાણો

રાઈના નાના દાણા માથામાં દુખાવો અને માઈગ્રાનમાં ખૂબ ફાયદાકારક છે. રાઈમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે જે આપણી નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે. માથાના કોઈ પણ પ્રકારના દર્દની સમસ્યા હોય તેવા લોકો રાઈનું સેવન કરી શકે તે ઉપરાંત તેને પીસીને માથા પર લગાવી શકે છે. તેનાથી આરામ મળશે.

તમને જાણીને નવાઈ લાગશે કે રાઈના આ નાના દાણા ત્રિદોષ એટલે કે પિત્ત, વાત અને કફને નિયંત્રિત કરે છે. આયુર્વેદ અનુસાર માણસને થનાર દરેક બિમારીઓનું કારણ શરીરમાં ત્રિદોષનું અસંતુલન છે.

જો જીભ પર સફેદ મેલ જામ થઈ જાય, ભુખ- તરસ ન લાગે અને દર વખતે હલકો તાવ આવે તો રાઈને પીસીને પાઉડર બનાવી લો. રોજ સવારે 500 ગ્રામ રાઈના પાઉડરને મધ સાથે મિક્ષ કરીને લો.

શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવવા પર રાઈને પીસીને તેનો લેપ લગાવવો જોઈએ. મચકોડ આવવા પર તેના લેપને અરંડાના પત્તા પર લગાવીને હુફાળુ કરી દુખાવા પર લગાવવાથી આરામ મળે છે.

અફીમના પ્રભાવથી અથવા સાંપના વિષના પ્રભાવથી જો વ્યક્તિ બેભાન થઈ ગયું હોય તો તેનો લેપ છાતી અને ઝાંધ પર લગાવો. તેનાથી ભાનમાં આવી જશે.

સંધિવાનો દુઃખાવો હોય અને સોજા આવતા હોય તો રાઈમાં કપૂર નાખીને તેને પીસીને તેના લેપને દુખાવાની જગ્યા પર લગાવીને પટો બાંધી લો. આ સતત કરવાથી આરામ મળે છે. તેને ખાંડની સાથે પીસીને લેપ લગાવવાથી માથામાં દુઃખાવો ઓછો થાય છે.

લિવરની સમસ્યા દૂર કરવા માટે 500 મિલીગ્રામ રાઈના પાઉડરને ગોમૂત્રની સાથે પીવાથી લિવરની મુશ્કેલી દૂર થાય છે.

1-2 ગ્રામ રાઈ ચૂર્ણમાં શાકર મિક્ષ કરીને લેવાથી પાચન શક્તિ સારી થાય છે.

500 મિલીગ્રામ રાઈના ચુરણમાં ઘી અને મધ મિક્ષ કરી સવાર સાંજ લેવાથી શ્વાસના રોગમાં આરામ મળે છે. જો કફ ન નિકળી રહ્યો હોય તો રાઈના ચૂરણમાં મિશ્રી પાઉડર મિક્ષ કરીને સવાર સાંજ સેવન કરવાથી રાહત મળે છે.

જો દાદની સમસ્યા છે તો કાળી રાઈને પીસીને તેને વિનેગરમાં મિક્સ કરી લેપ કરો. તેનાથી આરામ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો