જો ઓક્સિજનનું લેવલ ઘટી જાય તો ઘરે બેઠા જ કરો આ પ્રક્રિયા, Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે

કોરોના વાયરસની આ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ રહી છે. લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલીઓની સમસ્યાઓ ઉભી થઈ છે. તો કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની ભયંકર અછત ઉભી થઈ છે. કોરોનાથી સંક્રમિત થનારાઓમાં ઘણા લોકોનું ઓક્સિજન લેવલ ઘણું નીચે ચાલ્યું જાય છે જેના લીધે તેમને ઓક્સિજનની જરૂર પડે છે,. આ સ્થિતિમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સમયસર Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે.

આરોગ્ય મંત્રાલયે કેટલાક પગલા સૂચવ્યા છે જેના દ્વારા દર્દીના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘરે રહીને જ સુધારી શકાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, શરીરમાં ઓક્સિજનનું સ્તર Proning (પલંગ પર બેઠા બેઠા) દ્વારા વધારી શકાય છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તબીબી રીતે Proning ને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવાની ક્રિયા તરીકે માન્યતા આપવામાં આવે છે અને તે ઘરના એકાંતમાં રહેતા કોરોના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જ્યારે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર 94 ની નીચે જાય છે ત્યારે Proning ની જરૂર પડે છે. સમયસર Proning ક્રિયા દ્વારા ઘણા લોકોનો જીવ બચાવી શકાય છે.

કેવી રીતે થાય છે પ્રોનિંગની ક્રિયા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દર્દીને Proning માટે ઉંધા પેટે સુવડાવવામાં આવે છે. ત્યાર બાદ તેના માથા અથવા ગળાના ભાગની નીચે એક ઓશીકું મૂકવું પડે છે. છાતી અને પેટની નીચે એક અથવા બે ઓશીકાં અને પગની નીચે 2 ઓશીકાં હોય છે. આ પ્રક્રિયા માટે  4-5 ઓશીકાંની જરૂર પડે છે. આ ક્રિયા દરમિયાન દર્દીને સતત શ્વાસ લેવાનું ચાલુ રાખવુ પડે છે. આરોગ્ય મંત્રાલયે ચેતવણી પણ આપી છે કે Proning ની આ ક્રિયા 30 મિનિટથી વધુ ના કરવી.

આરોગ્ય મંત્રાલયે પણ Proning ને લગતી બીજી ચેતવણી જારી કરી છે. જે પ્રમાણે આ ક્રિયા ભોજન કર્યા પછી એક કલાક સુધી કરવી નહીં. આ ક્રિયા ત્યારે જ કરવી જ્યારે તેને કરવાની સરળ લાગે. આ સિવાય ગર્ભાવસ્થા અથવા હાર્ટ એટેકની સ્થિતિમાં આ પ્રવૃત્તિ ન કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો