ઉનાળામાં હાર્ટ પ્રોબ્લેમ, કબજિયાત જેવી અનેક તકલીફમાં સુપરફૂડ છે સફેદ ડુંગળી, ફાયદા જાણીને આજથી જ કરશો ઉપયોગ

ડાયટ એક્સપર્ટનું કહેવું છે કે ગરમીની સીઝમાં સફેદ ડુંગળીનું સેવન આંતરડા માટે અને સાથે અનેક સમસ્યાઓ માટે લાભાદાયી છે.

જાણો કયા રોગોમાં ગરમીમાં આપશે રાહત

સફેદ ડુંગળીનો ઉપયોગ રોજના ડાયટમાં અનેક લોકો કરે છે. ભારતીય રસોઈમાં પણ ડુંગળી એક સ્ટેપલ ફૂડ છે. જો કે ભઆરતમાં અનેક જગ્યાએ ગુલાબી ડુંગળી મળે છે. પણ સફેદ ડુંગળી હેલ્થ માટે ગરમીમાં લાભદાયી સાબિત થાય છે. તે અનેક સમસ્યાઓ અને ગંભીર રોગથી પણ બચાવે છે. તેને સલાડની જેમ ખાવામાં આવે તો તેના અનેક ફાયદા મળે છે આ સિવાય તમે શાકમાં પણ તેને ઉપયોગમાં લઈ શકો છો. મહિલાઓમાં ફર્ટિલિટી વધારવા માટે ડોક્ટર સફેદ ડુંગળી ખાવાની સલાહ આપે છે. આ બ્લડ શુગરને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ડાઈજેશન માટે રહે છે સારી

સફેદ ડુંગળીમાં પ્રીબાયોટિક અને હાઈ ફાઈબર હોય છે જે આંતરડાની હેલ્થને સારી રાખે છે. આ પ્રીબાયોટિક ઇશ્યૂલીન અને ફ્રૈક્ટોલિગોસાકૈરિડ્સથી ભરપૂર હોય છે. તેના કારણે તેને રોજ ખાવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા બને છે.

બ્લડ થિનિંગ પ્રોપર્ટી

સફેદ ડુંગળીમાં લોહીને પાતળુ રાખવાનો ગુણ હોય છે. તેમાં સલ્ફર હોય છે જે લોહીને પાતળું કરે છે. તેનાથી નળીઓ અને આર્ટરીઝમાં બ્લડ ફ્લો સારો રહે છે. આ સિવાય રોજ તેનું સેવન કરાય તો બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ થતી નથી.

હાર્ટની હેલ્થને રાખે છે સારી

તેમાં ખાસ પ્રકારના એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે.એટલું નહીં તેમાં ઇન્ફ્લામેશનને ઘટાડનારા તત્વો પણ હોય છે. આ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડી શકે છે. તેનાથી હાર્ટ હેલ્ધી રહે છે. જે લોકોને હાઈ બીપીની સમસ્યા રહે છે તેમના માટે એ ફાયદો કરે છે. તેના સેવનથી બીપીને ઘટાડી શકા છે અને બ્લડ ક્લોટિંગને રોકી શકાય છે.

સારી ઊંઘ આપે

શોધમાં જાણવા મળ્યું છે કે સફેદ ડુંગળીમાં એલ ટ્રાઈપ્ટોફેન મળે છે જેનાથી સારી ઊંઘ આવે છે. તેના સેવનથી સ્લીપ ક્વોલિટી સુધરે છે. તમે સ્ટ્રેસથી દૂર રહી શકો છો અને સાથે ભોજનમાં સામેલ કરશો તો સ્ટ્રેસ ફ્રી થઈને સૂઈ શકો છો. તમારી મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે.

બ્લોટિંગથી બચાવે છે

જે લોકો બ્લોટિંગનો અનુભવ કરે છે તેઓએ ભોજનમાં સફેદ ડુંગળી ખાવી, તમે તેને કાચી કે રાંધીને કોઈ પણ રીતે ઉપયોગમાં લઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો