આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે સાકર, નિયમિત ખાવાથી થાય છે બીજા પણ અનેક લાભ

જો તમે જમ્યા પછી સાકર કે મિશ્રી મુખવાસ તરીકે યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ નહિં હોય કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હિમોગ્લોબિન વધારેઃ
હિમોગ્લોબિન ઓછુ હોય તો એનિમિયા, સ્કિન ફિક્કી પડી જવી, ચક્કર ખાઈ પડી જવુ, અશક્તિ લાગવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. સાકર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરમાં બ્લડ સરક્યુલેશન પણ સુધરે છે.

પાચનશક્તિ વધારેઃ
વરિયાળી સાથે સાકર ખાવાથી પાચન શક્તિ સુધરે છે. ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી.

એનર્જી બૂસ્ટરઃ
જો તમને થાક લાગતો હોય તો થોડી સાકર ખાવાની રાખો. તમને નવાઈ લાગશે પણ સાકર ખાવાથી તરત જ તમને એનર્જીનો બૂસ્ટર ડોઝ મળી જશે અને તમારામાં ફરી તરવરાટ આવી જશે.

નસકોરી ફૂટતી અટકાવે છેઃ
જો ઉનાળામાં તમને નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો આ સૌથી સરળ ઉપચાર છે. સાકરને થોડા પાણીમાં પલાળીને પીગળી જવા દો. ત્યા પછી આ મિશ્રણના થોડા ટીપા નાકમાં નાંખવાથી લોહી નીકળતુ તરત બંધ થઈ જશે.

નપુંસકતા દૂર કરે છેઃ
સેક્સ લાઈફ સુધારવા માંગતા હોવ તો એન્ટિબાયોટિક્સ છોડો અને સાકર ખાવાનું શરુ કરી દો. સૂતા પહેલા અખરોટ અને સાકરને દૂધ સાથે લેવાથી નપુંસકતા દૂર થાય છે.

પથરીઃ
એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પથરીની ટ્રીટમેન્ટમાં પણ સાકર ખૂબ જ અસરકારક છે. સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે.

પેટના દુઃખાવામાં રાહતઃ
પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી મિશ્રી મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણ જાદુઈ અસર કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો