ઇસબગુલનું રોજ સેવન કરવાથી હરસ મસાની સમસ્યાથી મળશે કાયમ માટે છૂટકારો, જાણો ઇસબગુલથી થતા અન્ય ફાયદાઓ

ઇસબગુલ એક આયુર્વેદિક દવા હોય છે. તેનો છોડ દેખાવમાં એલોવેરા જેવો હોય છે. તેની ઉપર ઘઉંની જેમ ફુલ લાગે છે. જેમા રહેલા બીજને નીકાળીને ઇસબગુલ બનાવવામાં આવે છે. તેમા લેક્સટિવ, કૂલિંગ અને ડાઇયુરેટિક ગુણ રહેલા છે. તેનાથી શરીરને અનેક લાભ થાય છે.

ઈસબગુલ એ ‘સિલિમ પ્લાન્ટ’ના દાણાનું ભૂસું (ઉપરના છોતરા) છે. તે સ્વાદહીન હોય છે અને ભીનાશ મળે ત્યાં ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ઈસબગુલ પેટ માટે વર્ષોથી વપરાતું આવ્યું છે. કબજિયાત, હરસ-મસા અને આંતરડાની ગરબડ ધરાવતા દર્દીઓને ઇસબગુલ લેવાની સલાહ આપવામાં આવે છે. તકલીફની તીવ્રતા મુજબ એક સપ્તાહથી લઈને ત્રણ સપ્તાહ સુધી તે લેવામાં આવે છે. તો જાણી લો તમે પણ ઇસબગુલથી થતા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ…

– વજન ઓછું કરવા માટે તમે ઇસબગુલનું સેવન રોજ સવારે કરી શકો છો. રોજ તેને ખાલી પેટ ખાવાથી વજન નિયંત્રિત થાય છે. સવારે ઉઠીને ઇસબગુલમાં પાણી અને લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટ પીઓ. તેને ખાવાથી વજન ઓછું થાય છે અને સાથે જ ખાવાનું જલદી પચી જાય છે.

– હરસ મસાની સમસ્યાને માટે ઇસબગુલ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઇસબગુલનું રોજ સેવન કરવાથી આ સમસ્યાથી છૂટકારો મળે છે. હરસ મસાની સમસ્યા દૂર કરવા રોજ તેને પાણીમાં મિક્સ કરીને પીઓ. થોડાક દિવસમાં આ મુશ્કેલીથી રાહત મળશે.

– ઈસબગુલની સારકતાનો ગુણ તેમાં રહેલા રેસાને કારણે હોય છે. આ રેસા દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના હોય છે અને તે મળના જથ્થાને વધારે છે. દ્રાવ્ય રેસા આંતરડાની આંતરત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જ્યારે અદ્રાવ્ય રેસા મળને ઝડપથી બહાર નીકળવામાં મદદ કરે છે. આથી કાસિંનોજન્સ આંતરડાની આંતર ત્વચામાં ટકી શકતા નથી.

– ઈસબગુલમાં બીજાં પણ કેટલાંક એન્ટિ-કેન્સર ગુણો રહેલા છે. તે ટ્રિગ્લીસરાઈડ્સ અને એલ.ડી.એલ.ને ઘટાડે છે. તેથી સ્થૂળતા અને ઊંચા કોલસ્ટરોલની સમસ્યા હલ થાય છે. જો તમે ઊંચા કોલસ્ટરોલથી પીડાતા હોય તો તમારા રોજિંદા ડાયેટમાં ઈસબગુલનો સમાવેશ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો