ગરમ પાણી છે અનેક રોગોની બેસ્ટ દવા, આ રીતે પીશો તો 10 તકલીફો તરત જ થઈ જશે દૂર, જાણો અને શેર કરો

ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ત્યારે આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલાં છે. તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા.

જાણો ગરમ પાણી પીવાના ફાયદા

શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ ઠંડા પાણીની સાથે દરરોજ 1થી 2 ગ્લાસ ગરમ અથવા નવશેકું પાણી પીવામાં આવે તો તે કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં દવાનું કામ કરી શકે છે. આજે અમે તમને આયુર્વેદમાં જણાવેલા ગરમ પાણીના ખાસ ગુણો અને તેના ફાયદા વિશે જણાવાના છે.

ફાયદાઓ

જો શરીરના કોઈ ભાગમાં ગેસને કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ શરીરમાંથી બહાર નીકળી જાય છે.
તાવમાં તરસ લાગવાથી દર્દીએ ગરમ પાણી જ પીવું જોઈએ, તેનાથી તાવમાં બહુ લાભ થાય છે.

ભૂખ વધારવા માટે પણ એક ગ્લાસ પાણી બહુ ઉપયોગી છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ, મરી પાઉડર અને મીઠું નાખીને પીવાથી પેટ ભારે થઈ જવાની સમસ્યા દૂર થઈ જાય છે.

ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેશાબ સંબંધી રોગો દૂર થઈ જાય છે. સાથે હૃદયની બળતરા પણ દૂર થાય છે. વાતથી ઉત્પન્ન રોગોમાં ગરમ પાણી અમૃત સમાન ફાયદાકારક હોય છે.

જે લોકો સ્કિનની સમસ્યાથી પરેશાન હોય તો દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમારી સ્કિનની તકલીફો દૂર થવા લાગશે અને તમારી સ્કિન ગ્લો કરશે અને હેલ્ધી બનશે.

સ્ત્રીઓએ માસિકસ્ત્રાવ દરમિયાન પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી તરત રાહત થાય છે. માસિકસ્ત્રાવ દરમિયાન દુખાવામાં મસલ્સમાં ખેંચાણ થાય છે જેને ગરમ પાણી રિલેક્સ કરી દે છે. જેથી સ્ત્રીઓએ પણ રોજ એક કે બે ગ્લાસ પાણી પીવું જોઈએ.
ગરમ પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન બાદ ગરમ પાણી પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જાય છે અને ગેસ અને કબજિયાત જેવી સમસ્યા રહેતી નથી.

માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દુખાવો થાય છે ત્યારે ગરમ પાણીમાં એલચી પાઉડર મિક્ષ કરીને પીઓ. આનાથી દર્દ દૂર થશે અને પેટની સાથે માથાના દુખાવામાં પણ રાહત મળશે.

નિયમિત ગરમ પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ પણ ઝડપથી થાય છે. ગરમ પાણી પીવાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. પરસેવા વડે શરીરના તમામ ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુ મિક્સ કરીને પીવાથી શરીરને વિટામિન સી મળે છે. સાથે જ ગરમ પાણી અને લીંબુનું સંગમ શરીરના રોગપ્રતિકારક તંત્રને પણ મજબૂત બનાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો