કાકડીનું પાણી કેલરી ઓછી કરવાની સાથે પેટની ચરબી પણ કરે છે ઓછી, આવી રીતે કરો ઉપયોગ, જાણો અને શેર કરો

લોકો માટે વધતું વજન માથાનો દુઃખાવો બની જાય છે. વજન ઓછું (Weight Loss) કરવા માટે લોકો વિવિધ અખતરા કરે છે. આજના સમયમાં બજારમાં પેટની ચરબી ઘટાડવા (Belly Fat Burn) માટે અનેક વસ્તુઓ મળે છે. પણ તે કેટલી કારગર છે, તે અંગે કોઈ આધાર હોતા નથી.

ઘણા લોકો વજન ઓછું કરવા માટે આરોગ્યપ્રદ ખોરાક ખાય છે અને કસરત (Workout) કરે છે. જે અસરકારક થઈ શકે છે. વજન ઘટાડવા માટે સંતુલિત આહારમાં ફળ, શાકભાજી જેવા પદાર્થ ઉમેરવા જરૂરી છે. તેમજ વજન ઓછું કરવા તમે ઘરે બનાવેલું કાકડીનું પાણી પણ પી શકો છો.

કાકડીનું પાણી કેલરી ઓછી કરવાની સાથે પેટની ચરબી પણ ઓછી કરે છે. કાકડીના પાણીનું નિયમિત સેવન કરવાથી બેલી ફેટ ઝડપથી બર્ન થાય છે અને શરીરમાંથી ડિટેક્સ પદાર્થ પણ દૂર થાય છે. જોકે, પેટની ચરબી ઓછી કરવા કાકડીનું પાણી પીવાની સાથે કસરત કરવી પણ જરૂરી છે. તો ચાલો કાકડીનું પાણી વજન ઓછું કરવા કઈ રીતે મદદ કરે છે તે અંગે જાણકારી મેળવીએ.

વજન ઘટાડવા કરે છે મદદ
L
વજન વધુ હોય તેવા લોકો માટે કાકડીનું પાણી લાભદાયક નીવડી શકે છે. કાકડીમાં વિટામિન સી અને વિટામિન કે તથા પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝિંક, ફ્લેવોનોઈડ્સ, એન્ટીઓક્સીડેન્ટનું અને ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. કાકડીનું પાણી ડાયટમાં શામેલ કરવામાં આવે તો પાચનતંત્ર વ્યવસ્થિત કામ કરે છે અને કબજિયાતની સમસ્યા દૂર ભાગે છે. કાકડીમાં કેલેરીનું પ્રમાણ ઓછું હોય છે અને દ્રાવ્ય ફાયબર વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે શરીરમાં તરલ પદાર્થોનું પ્રમાણ જળવાઈ રહે છે અને વજન ઝડપથી ઘટાડવામાં મદદ મળે છે.

શરીરને ડિટોક્સ કરે છે
કાકડી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને લીવર હેલ્ધી રહે છે. કાકડીનું પાણી પીવાથી શરીર ડિટોક્સીફાઈ થાય છે. કોઈપણ ડર વગર કાકડીનું પાણી પી શકાય છે. આ ઉપરાંત કાકડી ખાવાથી ભૂખ ઓછી થાય છે. જેના કારણે તમે ઓવર ઈટિંગથી બચી શકો છો.

શરીરમાં પાણીની તંગી પુરી કરે છે
કાકડીના પાણીમાં વિટામિન્સ, ખનિજો અને ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. જે સરળતાથી શોષાય છે. તેમાં ફાયટોએસ્ટ્રોજન અને પાચક એન્જઈમ પણ છે. જે આંતરડાને લાભ આપે છે. કાકડીને ક્લાસિક કુલિંગ ફૂડ માનવામાં આવે છે. જેને કારણે ગરમીના દિવસોમાં શરીરમાં પાણીનું સંતુલન જળવાય છે.

કાકડીનું પાણી બનાવવાની રીત
સામગ્રી

1 કાકડી
1 ગ્લાસ પાણી
1 લીંબુ
સ્વાદ અનુસાર કાળું મીઠું

પ્રક્રિયા
સૌથી પહેલા કાકડીને ધોઈ નાંખો. હવે તેની છાલ કાઢીને તેની પાતળી સ્લાઈસ કાપો. ત્યારબાદ સ્લાઈસને જાર અથવા કાચની બોટલમાં રાખી દો. તમે આ પાણીમાં લીંબુના ટુકડા પણ ઉમેરી શકો છો. લીંબુ અને કાકડીનું પાણી રેફ્રિજરેટરમાં આખી રાત મેરીનેટ થવા દો અને ત્યારબાદ સવારે તેનું સેવન કરો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો