કાળા તલમાં હોય છે અનેક ઔષધીય ગુણ, વાળ, ત્વચા અને પાચન માટે ખૂબ સારા છે તલ, જાણો તેના અઢળક ફાયદા

કાળા તલમાં અનેક ઔષધીય ગુણ હોય છે. જેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભારતમાં સદીઓથી કાળા તલને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તલ કાળા, સફેદ અને ભૂરા રંગના હોય છે. તલ પોષક તત્વોનો ખજાનો છે. અનેક અસાધ્ય દર્દોમાં તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તલના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે. બ્લડ પ્રેશર લો હોય ત્યારે પણ ફાયદાકારક નીવડે છે. શરીરની ઘણી રીતના ફાયદા કરે છે. વાળથી લઈને ત્વચાને વધુ સારી બનાવે છે. તો ચાલો આજે તલના 5 ફાયદાઓ અંગે જાણીએ.

બ્લડપ્રેશર લૉ હોય ત્યારે ફાયદાકારક
હેલ્થ લાઇનના અહેવાલ મુજબ તલમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જે બ્લડ પ્રેશરમાં ફાયદાકારક નીવડે છે. રક્તવાહિનીઓને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેતા હૃદયરોગ જેવી બીમારીમાં રાહત મળી શકે છે.

હૃદયને તંદુરસ્ત રાખવા મદદરૂપ
તલ અને તલનું તેલ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં એન્ટીઓક્સિડેન્ટ વધારવાની ક્ષમતા પર પણ પોઝિટિવ અસર કરે છે. તલના બીજમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. તેનું સેવન કરવાથી તણાવ ઓછો કરવાની સાથે હૃદય રોગ અને અલ્જાઈમર રોગને રોકવામાં મદદ મળે છે. હૃદયમાં મોનોઅનસૈચુરેટેડ ચરબી અને પોલીઅનસેચુરેટેડ ચરબી હોય છે. જે હૃદયના સ્વાસ્થ્યને વધુ સારું રાખે છે.

વાળ અને ત્વચા માટે ફાયદાકારક
તલનું તેલ વાળ અને ત્વચા સંબંધિત ઉત્પાદનો માટે ઉપયોગમાં લેવાય છે. સાબુ, શેમ્પૂ મોઈશ્ચરાઈઝરમાં તેનો ઉપયોગ થાય છે. જેથી સમજી શકાય કે, વાળ અને ત્વચા માટે તલ અને તેનું તેલ કેટલું અસરકારક હશે. કાળા તલ વાળ અને ત્વચા પર સારો પ્રભાવ પાડતા હોવાનું કેટલાક અભ્યાસમાં પણ સામે આવ્યું છે. તલમાં અનેક પોષક તત્વો હોય છે, જે વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ નીવડે છે.

પાચન સારું રાખે
કાળા તલમાં વધુ પ્રમાણમાં ફાઇબર અને ફેટી એસિડ હોય છે. જે કબજિયાતમાં રાહત આપવામાં મદદગાર છે. તલનું તેલ આંતરડાને ચીકણા રાખે છે. પરિણામે પાચન સારું થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે
આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ સારી રાખવા માટે તલનું તેલ સારું રહે છે. તેમાં ઝીંક, સેલેનિયમ, કોપર, આયરન, વિટામિન બી 6 અને વિટામિન ઈ જેવા પોષકતત્વ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો