રોજ શરૂ કરી દો આ કડવો રસ પીવાનું, શરદી-ખાંસી અને કફ તરત જ મટી જશે, આ રોગોનો પણ કરશે ખાતમો

કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે જ તે ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે. ચાલો જાણીએ ફાયદા.

કડવા કારેલાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે. કારેલામાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ રહેલાં છે. જેમ કે વિટામિન બી1, બી2, બી3, સી, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક, ફોસ્ફરસ, મેગનીઝ અને હાઈ ડાયટરી ફાયબર. સાથે જ તે આયર્નનો પણ બેસ્ટ સોર્સ છે. તેમાં બીટા કેરોટીન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ મળી રહે છે.

જે લોકોને કારેલાં ખાવા પસંદ ન હોય તેઓ તેના ફાયદાઓ મેળવવા માટે તેનું જ્યૂસ પણ પી શકે છે. કારેલાનું જ્યૂસ પીવાથી બ્લડ ડિસઓર્ડર, કોલેરા, ડાયાબિટીસ, ગાઉટ, પાઈલ્સ જેવી તકલીફોમાં રાહત મળે છે. રોજ 15થી 20 એમએલ જ્યૂસ સવાર-સાંજ જમ્યા પહેલાં પી શકો છો.

કફથી છુટકારો

કારેલાં ઉનાળાનું બેસ્ટ શાક છે. આ સિઝનમાં ભરપૂર કારેલાં ખાવા જોઈએ. ઉનાળામાં કારેલાંનું સેવન કરવાથી કફ દૂર થાય છે અને શરદી-ખાંસી, ઈન્ફેક્શન જેવી સમસ્યાઓને પણ દૂર રાખે છે. તમે કારેલાંના ફાયદા મેળવવા માટે તેનો જ્યૂસ પણ પી શકો છો.

પેટ માટેની બેસ્ટ દવા

કારેલાનો સ્વાદ કડવો હોય છે પરંતુ તે પેટ માટે ખુબ જ ગુણકારી છે. આનું તમે શાક બનાવીને ખાઈ શકો છો અથવા તો આનો રસ કાઢીને પીવો જોઇએ. અનેક જાતની સમસ્યા માટે આના પાન અને છાલ પણ ખુબ જ ફાયદાકારક છે.

પથરી

કિડની સ્ટોનની સમસ્યામાં લોકો ઓપરેશન કરાવે છે. પણ જો તમે નેચરલી પથરીને દૂર કરવા માંગતા હોવ તો રોજ કારેલાનો રસ પીવાનું શરૂ કરી દો. ઓપરેશન વિના જ પથરી દૂર થઈ જશે.

ડાયાબિટીસ

કારેલાં ભૂખવર્ધક, પચવામાં સરળ, પિત્તસારક, કૃમિની બીમારી દૂર કરનારા હોય છે. સાથે જ તે, ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ ઔષધી છે. રોજ કારેલાનો જ્યૂસ પીવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

આજીવન સ્વસ્થ રાખે છે

કારેલાંનું નિયમિત સેવન કરવાથી અથવા તેનો જ્યૂસ પીવાથી સોજા જેવી બીમારી દૂર રહે છે, માસિકની સમસ્યામાં આરામ મળે છે, આંખોનું તેજ વધે છે, લોહી શુદ્ધ કરે છે અને મેદસ્વીતા નષ્ટ કરવામાં ઉત્તમ છે. તાવ, સોજા, પેટનો ગેસ અને ત્વચાના રોગો પણ દૂર કરે છે. દરરોજ સવારે એક નાનો ગ્લાસ કારેલાનું જ્યૂસ પીવાથી તમે આજીવન ફિટ રહી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો