અઠવાડિયા સુધી રોજ ખાઓ કાચું આમળું, આ ભયંકર રોગોમાંથી ઝડપથી મળશે મુક્તિ, જાણો ફાયદા

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ માર્કેટમાં આમળાની ભરમાર જોવા મળી રહી છે. આમળામાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં ફાયદો થઈ શકે છે. આમળા ખાવાથી મેદસ્વીપણું પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં પણ આમળા મદદરૂપ બને છે. બ્યૂટીને લગતી અનેક સમસ્યાઓમાં પણ આમળા રાહત આપે છે.

શિયાળાનો સાથી આમળા

આમળા વૃદ્ધત્વને દૂર કરે છે. તેમજ દાંતને મજબૂત બનાવે છે. આંખોમાં રોશની વધારે છે. શરીરમાં વિર્યની વૃદ્ધિ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, નપુસકતા, મર્દાનગીની, સ્નાયુ રોગ, ચર્મ રોગ, લીવર અને કિડની, રક્તના રોગો, ટીબી મૂત્ર રોગ અને હાડકાના રોગ માટે વિશેષ યોગદાન છે. વજન ઘટાડવા માટે, ડાયાબીટીસ માટે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

આમળા 7 દિવસ સુધી ખાવાથી મહિલાઓ ને થતી દર મહિનાની નબળાઈને દૂર કરે છે. શક્તિ પ્રદાન કરે છે.

રોજ આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમાં રહેલા એમિનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ્સના કારણ તે હૃદય માટે ફાયદાકારક છે.

ચહેરા પર જો ડાઘ કે ધબ્બા હોય તો રુથી તેના રસને રોજ ચહેરા પર લગાવવો જોઇએ. તેનાથી ચહેરાના ડાઘમાં રાહત મળી શકે છે. તેમાં રહેલા ઓક્સીડાઇજિંગ મેલેનિન ત્વચાના ઓપન પોર્સને પણ બંધ કરવામાં મદદ કરે છે.

આમળાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. આમળાના ચૂર્ણને મધની સાથે ખાવું જોઇએ. તેનાથી લોહી સાફ થાય છે. જો તેને મધ કે ઘીની સાથે ખાવામાં આવે તો એસિડીટીની પરેશાનીમાં ફાયદો થશે.

શુગરના દર્દીઓએ આમળાનો જ્યૂસ રોજ પીવો જોઇએ. તેનાથી શુગલ લેવલ ઠીક રહે છે અને ઘીરે ઘીરે ડાયાબિટિઝથી હમેશા માટે મુક્તિ મળી શકે છે.

સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. આના માટે સુકા આમળાનું ચૂર્ણ અને તલનું ચૂર્ણ બરાબર મિલાવી ઘી કે પછી મધની સાથે ખાવાથી તમે જવાન બની રહેશો.

આમળા સર્વશ્રેષ્ઠ શક્તિદાયક ફળ છે. તેનું બીજું નામ અમૃતફળ પણ છે.
આમળામાં ૨૦ નારંગી બરાબર વિટામિન્સ સી જોવા મળે છે. જે શરીરને સ્વચ્છ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે. લોહી શુદ્ધ કામ કરે છે. અને શરીર માટે રોગપ્રતિરોધક શક્તિ વધારે છે.

આમળામાં વિટામીન સી આવેલું છે. તેને ગરમ કરવાથી કે તેને સૂકવવાથી તે નષ્ટ થતું નથી. ત્રિફળાચૂર્ણ આમાં મુખ્ય ઘટક આમળાં હોય છે. ચ્યવનપ્રાસમાં પણ અમૃત ફળ તરીકે આમળા હોય છે.

આંબળામાં આવેલો એન્ટિઓક્સિડન્ટ વૃદ્ધત્વ અટકાવે છે. આમળા માથાના રોગ તેમજ વાળ માટે પણ ખૂબ જ હિતકારી છે.

આમળામાં વિટામીન સી ભરપૂર હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેમજ આમળામાં વિટામીન એ પણ જોવા મળે છે. જે તમારા આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળા એક એવું ફળ છે જેને તમે દૂધની સાથે લઈ શકો છો. આ અમૃત ખાટુ છે છતાં પણ તમે દૂધની સાથે લઈ શકો છો. બીજા કોઈ પણ ખાટા ફળ તમે દૂધની સાથે લઈ નથી શકતા.

આમળાનો સ્વભાવ ઠંડો છે તેથી આપણા શરીરની ગરમીને પણ તે દૂર કરે છે. ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

દિવસમાં તમે બેથી પાંચ ગ્રામ આમળાનો પાવડર લઈ શકો છો. ગરમ પાણી અથવા તો મધ આમળા પાવડર નાખીને તમે દિવસમાં બે વાર લઈ શકો છો.

ધ્યાન રાખવું જો તમને એસીડીટી હોય તે દરમિયાન આમળાનો ઉપયોગ ટાળવો. કારણકે આમળા ખાટો પદાર્થ છે. આપણાં શરીર માટે ઠંડક દાયક છે તેથી તમારે કફ અને શરદી ના દરમિયાન આમળાં ન લેવા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો