કડવી મેથીના મીઠા ફાયદા: શિયાળાની સિઝનમાં લીલી મેથી કરશે બધી જ બીમારો દૂર

શિયાળાની સિઝનમાં (winter season) લીલી મેથી (Fenugreek) ખાવી જોઇએ તેવું હમેશાં મોટેરા કહેતા હોય છે. તેમાં પણ આ સિઝનમાં તો મેથી પાક અને મેથીનાં લાડુ ખાવામાં આવે છે. ત્યારે અમે તમને જણાવીએ મેથીનાં ફાયદા.

ધીરેધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડીની સાથે સાથે શરીર હેલ્ધી રહે તે માટે પૌષ્ટિક ખોરાક પણ લેવાનો શરૂ કરી દીધા હશે. ફળો, શાકભાજી, સૂકામેવા આ બધામાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે. કહેવાય છે કે ઠંડીમાં લીલોતરી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે બાળકો લીલા શાકભાજી ખાવા માટે અવારનવાર આનાકાની કરે છે પણ તમે તેમને તેની અવનવી વસ્તુ બનાવી ખવડાવશો તો તે હોંશે હોંશે ખાશે.

હવે મેથીની ભાજીની જ વાત કરીએ તો તેમાં અઢળક પ્રમાણમાં પોષકતત્ત્વો રહેલાં છે અને તેના ફાયદા પણ અનેક છે. જેમ કે, કબજિયાત હોય અથવા પાચનશક્તિ સંબંધી કોઈ સમસ્યા હોય તો તેમાં મેથી ઘણી ફાયદાકારક રહે છે. લીલી મેથીના સેવનથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાત અને ગેસ જેવી સમસ્યામાં પણ રાહત મળે છે.

બાળકોના પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય તો મેથી ખાવાથી તેમાં ઘણી રાહત મળે છે. લાંબો સમય સુધી બાળકોને મેથીનો રસ પીવડાવવાથી રાહત મળે છે.

– ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનો પાવડર પાણી સાથે લેવો.

-એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

-ડાયાબિટીસમાં પેશાબ સાથે જતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવાનો મેથીમાં કડવી હોવાથી ખાસ ગુણ રહેલો છે. ડાયાબિટીસના દર્દીએ બે ચમચી મેથી રોજ રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળીને, ગાળી લેવી. એકાદ મહિના સુધી એ ગાળેલું પાણી રોજ સવારે પીવું. આ ઉપચારથી મૂત્રમાં જતી સાકરનું પ્રમાણ ઓછું થાય છે. ડાયાબિટીસના રોગીએ આ સરળ અને સાદો ઉપચાર ધીરજ રાખી કરવાથી ચોક્કસ ફાયદો થશે.

ઝાડાની સમસ્યા કરશે દૂર મેથી રાઈ અને અજમાને સમાન માત્રામાં લઈને તેનુ એક ચૂરણ બનાવી લો. તમે ચાહો તો તેમા થોડી માત્રામાં મીઠુ પણ નાખી શકો છો. જો તમારા ઘરમાં કોઈને ઝાડાની સમસ્યા છે તો તમે આ ચૂરણ આપી શકો છો. પાણી સાથે આ ચૂરણને લેવાથી ખૂબ ફાયદા થશે.

અંદરના ભાગે દુખાવો થતો હોય તો મેથીના ચૂરણનો ઉપયોગ કરવો લાભકારી છે. મેથીના દાણાને વાટીને ચૂરણ બનાવી લો. તેમા સંચળ મિક્સ કરીને દિવસમાં બે વાર કુણા પાણી સાથે લેવાથી દુખાવામાં રાહત મળે છે.

શરદી-ઉધરસનો છે રામબાણ ઇલાજ

મેથીના દાણાનો કાઢો બનાવીને પીવાથી ખરાશમાં રાહત મળે છે. તેમજ ઉધરસ અને શરદી જેવી બીમારી પણ જડમૂળથી દૂર થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો