ગુજરાતમાં પોલીસ જ મારે છે દારૂની ખેપ, લાખો રૂપિયાના દારૂ સાથે હેડ-કોન્સ્ટેબલ ઝડપાયો
ગુજરાતમાં દારૂબંધીની સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે અને સબ સલામતીના દાવા કરતી ગુજરાત સરકારમાં પોલીસ કર્મચારીએ જ હવે આ બીડું ઝડપ્યું હોય એમ લાગે છે.
ગુજરાતના છેવાડે અને રાજસ્થાનની સરહદ પર આવેલ મહીસાગર જિલ્લામાં મહીસાગર પોલીસ પેટ્રોલિંગમાં હતી. તેવા સમયે પીલીસને અચાનક ખાનગી બાતની મળી કે, પ્રાઇવેટ ગાડીમાં વિદેશી દારૂ ભરેલ છે અને ગાડી હાલ દાહોદના ઝાલોદથી ગાડીભરી સંતરામપુર તરફ આવે છે. જેની વોચમાં ઉભેલ મહીસાગર પોલિસે કડાણાના સાદડીયા ગામ પાસે ગાડીને ઝડપી તપાસ કરતા વિદેશી દારૂથી ભરેલ સન્ની ગાડી સાથે 2 આરોપીની અટકાયત કરી છે.
મહીસાગર પોલીસે સન્ની ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ સહિતનો 3 લાખ 92 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલિસ તપાસમાં બહાર આવ્યું કે જે 2 આરોપી ઝડપાયા છે જેમાંનો એક અલ્પેશ દરજી અમદાવાદ સરદાર નગર પોલીસ સ્ટેશનનો હેડ કોસ્ટબલ છે, જોકે આ કોસ્ટબલ ક્યારથી અને કેટલી ખેફ મારી અને કોણ કોણ એમાં જોડાયેલ છે. જ્યારે બીજો નીતિનભાઈ ડોડીયાર જે ફતેપુરા દાહોદનો રહીશ છે જેની હાલ મહીસાગર પોલીસે અટકાયત કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઉલ્લેખનિય છે કે, પોલીસ જ જો દારૂનો વેપલો કરશે તો રાજ્યની કાયદો વ્યવસ્થા કથળી જશે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય પોલીસ આ આરોપી કોન્સ્ટેબલ વિરૂદ્ધ શું કાર્યવાહી કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

