હજારીબાગમાં રસ્તા કિનારે જોવા મળી અજબ પ્રકારની આકૃતિ! કોઈએ કહ્યું એલિયન છે તો કોઈએ કહ્યું ભૂત છે, જુઓ વાયરલ વિડિયો

ઝારખંડ (Jharkhand)ના હજારીબાગ (Hazaribaug) ચતરા રોડ પર કટકમસાંડીની પાસે છડવા ડેમ પુલના એક કથિત વીડીયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ 30 સેકન્ડના વાયરલ વીડિયો (Social Viral Video)માં દાવો કરવામાં આવી રહ્યો છે કે હજારીબાગમાં એલિયન (Alien in Hazaribaug) જોવા મળ્યો છે. 30 સેકન્ડના વીડિયોમાં એક અજબ પ્રકારની આકૃતિ જોવા મળી રહી છે. તેને લઈને સમગ્ર શહેર અને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ વીડિયોમાં દેખાતી આકૃતિને એલિયન કહી રહ્યું છે તો કોઈ આત્મા તો કોઈ ચુડેલ કહી રહ્યું છે. વીડિયો બે દિવસથી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

વીડિયો વાયરલ થયા બાદ આસપાસના લોકો આ પુલ પર પહોંચીને વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિને જોવા માટે આવ્યા હતા પરંતુ તેમને તે જોવા ન મળી. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે વીડિયોમાં દેખાઈ રહેલી આકૃતિ એક મહિલાની છે જેને તેણે એક મહિના પહેલા કોઈક રસ્તા પરથી પસાર થતી વખતે જોઈ હતી. તેનું કહેવું છે કે તે મહિલા સામાન્ય મનુષ્યો કરતાં અલગ દેખાય છે. જોકે હજુ સુધી કોઈને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થયું.

આ વાયરલ વીડિયોને જોઈ કેટલાક સ્થાનિક લોકો તે છડવા ડેમની પાસેનો હોવાથી ઇન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે આ વીડિયો અહીંનો નથી પરંતુ બીજા કોઈ સ્થળનો છે. અમે વીડિયોમાં જોવા મળતા લોકેશન, વ્યક્તિ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા દાવાઓની પુષ્ટિ કરતા નથી. આ વીડિયોની સઘનતાથી તપાસ બાદ જ સમગ્ર તથ્ય સામે આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો