8 વર્ષથી માતા-પિતાથી દૂર સુરતમાં કાકા સાથે રહીને અભ્યાસ કરતી ધોરણ-10ની વિદ્યાર્થિનીએ મેળવ્યો A-1 ગ્રેડ

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 350 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરતની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાએ 573 માર્ક્સ સાથે A-1 ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગામડે રહેતા શિક્ષક પિતા અને માતાથી છેલ્લા 8 વર્ષથી દૂર રહેતી પ્રિયાંશી સુરતમાં કાકા સાથે રહી અભ્યાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સ્કૂલમાં પ્રથમ ક્રમે આવી

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાના પરિણામમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ 74.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટસે રાજ્યભરમાં ડંકો વગાડતાં કુલ 350ને એ-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જે પૈકી આશાદીપ સ્કૂલની ત્રણ બ્રાન્ચમાં ટોટલ 43 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી પ્રિયાંશી પ્રવીણ બોરડા પ્રથમ ક્રમે આવી છે. સૌથી વધુ ટકાવારી સાથે પ્રિયાંશીએ 573 માર્ક્સ લાવી ત્રણેય બ્રાન્ચના વિદ્યાર્થીઓને પાછળ મુક્યા છે.

ટોપ કરવા માટે મહેનત કરી ને સફળ થઈ

મૂળ ગારીયાધારના પછેગામગામના રહેવાસી પ્રવીણ બોરડા પત્ની સાથે રહે છે અને ગામની જ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે પ્રવીણભાઈના બંને સંતાન પ્રિયાંશી અને એક પુત્ર છેલ્લા 8 વર્ષથી માતા-પિતાથી દૂર સુરત કાકા સાથે રહે છે. કાકા સાથે રહી અભ્યાસ કરી રહ્યા છે. પ્રિયાંશી આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 2020માં લેવાયેલી ધોરણ 10ની પરિક્ષામાં ટોપ કરવા માટે મહેનત કરી રહી હતી. જેમાં તે સફળ થઈ છે અને A-1 ગ્રેડ મેળવ્યો છે.

નાસામાં જવાની ઈચ્છા

પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, મોટો ભાઈ 2020માં લેવાયેલી ધોરણ 12 સાયન્સમાં 65 ટકા સાથે પાસ થયો છે. તે સતત મને પ્રોત્સાહિત કરતો હતો. રોજનું 10 કલાકનું વાંચન કરતી હતી. A-1 ગ્રેડ મેળવવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, હવે આગળ સાયન્સ લઈને નાસામાં જવાની ઈચ્છા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો