હાથરસમાં ગેંગરેપ પીડિતના શબને પોલીસે ઘરે પણ ન જવા દીધું, પરિવારની ઈચ્છા વિરુદ્ધ રાતે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
હાથરસમાં કથિત ગેંગરેપ પીડિતના ગત રાતે પોલીસે અંતિમ સંસ્કાર કર્યા હતા. પરિવારના સભ્યોનો આરોપ છે કે પોલીસે જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કર્યા અને તેમને અંતિમ વખત ચહેરો પણ જોવા દીધો નથી. પીડિતાના ભાઈએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે પોલીસે અમને તેનો ચહેરો પણ જોવા દીધો નથી. અમને ખબર નથી પોલીસે કઈ રીતે અંતિમ સંસ્કાર કર્યા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 3 સભ્યોની SIT બનાવીને 7 દિવસમાં રિપોર્ટ આપવા માટે કહ્યું છે. એસઆઈટીના અધ્યક્ષ ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને બનાવવામાં આવ્યા છે. ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને આગ્રા પીએસસીના પૂનમ પણ તેમાં સામેલ છે. પૂનમ પોતે પણ એસસી વર્ગમાંથી છે.
દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને પત્ર લખીને અપીલ કરી છે કે આ મામલામાં બેદરકારી રાખનાર પોલીસ કર્મચારીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને દુષ્કર્મ કરનારને કડક સજા કરવામાં આવે.
દુષ્કર્મનો ભોગ બનેલી છોકરીના ભાઈનું કહેવું છે કે પરિવારને સુરક્ષા આપવામાં આવે. પ્રશાસન દબાણ કરી રહ્યું છે. લોકલ પોલીસ પર ભરોસો નથી, ન્યાયિક તપાસ થવી જોઈએ. દોષીઓને ફાંસી આપવામાં આવે.
પ્રશાસનનું કહેવું છે કે પરિવારની મરજી વગર શબના અંતિમ સંસ્કાર થયા હોવાની વાત ખોટી છે. છોકરીના પિતા અને ભાઈએ પરવાનગી આપી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું- મુખ્યમંત્રી રાજીનામું આપે
કોંગ્રેસનેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે રાતે 2.30 વાગ્યે પરિવારના સભ્યો આજીજી કરતા રહ્યા, પરંતુ હાથરસની પીડિતાના શરીરના તંત્રએ જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દીધા. જ્યારે તે જીવતી હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ન આપી, જ્યારે તેની પર હુમલો થયો તોપણ સરકારે એ સમયે સારવાર ન આપી. યોગી આદિત્યનાથ રાજીનામું આપે.
પરિવારના સભ્યો, ગ્રામીણ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ
રાતે જ્યારે પીડિતના શબને એમ્બ્યુલન્સથી ગામમાં લાવવામાં આવ્યું ત્યારે પરિવારના સભ્યોએ હોબાળો શરૂ કર્યો. તેઓ શબને પોતાને સોંપવાની માગણી કરી રહ્યા હતા. જોકે તંત્ર અતિમ સંસ્કાર ઝડપથી પતાવવાની તૈયારીમાં હતું. પરિવારના સભ્યો વિરોધના ભાગરૂપે એમ્બ્યુલન્સની સામે પણ સૂઈ ગયા હતા. આ દરમિયાન પ્રશાસન અને ગ્રામીણોની વચ્ચે પણ અથડામણ થઈ હતી. પરિવારના સભ્યો રાતે અંતિમ સંસ્કાર કરવા માગતા ન હતા, જોકે શબનો જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મીડિયાને પણ દૂર રાખવામાં આવ્યું હતું.
પરિવારનો સવાલ- એઇમ્સમાં રિફર કરવામાં આવી હતી, સફદરજંગ શા માટે લઈ ગયાં ?
પીડિતના ભાઈએ કહ્યું, બહેનને અલીગઢની જેએન મેડિકલ કોલેજમાંથી દિલ્હી એઇમ્સમાં રિફર કરવામાં આવી હતી, જોકે તેને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો યોગ્ય સમયે સારવાર મળી ગઈ હોત તો બહેન આજે જીવતી હોત.
શું છે સમગ્ર મામલો ?
આરોપોના જણાવ્યા મુજબ હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના એક ગામમાં 14 સપ્ટેમ્બરે ચાર લોકોએ 19 વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ કર્યો હતો. દુષ્કર્મ પછી આરોપીઓએ પીડિતની કરોડરજ્જુ તોડી નાખી હતી અને તેની જીભ પણ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું. ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે પોલીસનો દાવો છે કે ગેંગરેપ અને જીભ કપાઈ હોવાનો દાવો અલગ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

