ઔષધીયોની ખેતી કરતાં ધોરાજીના હસમુખભાઈ હિરપરા તુલસી અને ફુદીનાનો વેચી મણના 1500 રૂ. કમાય છે

ધોરાજીના ખેડૂતે ઓષધીય તથા સુગંધીત પાકોની ખેતીથી સફળતાના શિખરો સર કર્યા છે. ધોરાજીના ખેડૂત હરસુખભાઇ હિરપરા પોતાની ખેતીની જમીનમા છેલ્લા ઘણા વર્ષોથી ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી કરી પ્રગતીના પંથ સર કરી ગયેલા છે. ત્યારે ધોરાજીના આ પ્રગતીશીલ ખેડૂત બીજા ખેડૂતોને આ મુલ્યવર્ધક ખેતીમા જોડાય તે માટે પ્રયત્નશીલ રહ્યા છે.

ખેડૂત હરસુખભાઇએ જણાવ્યુ હતુ કે મે છેલ્લા 15 વર્ષથી ઔષધીય તથા સુગંધિત ખેતી કરૂ છુ

ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત હરસુખભાઇ હિરપરા પોતાની ખેતીની જમીનમાં સુગંધિત પાકોની તથા ઔષધીય પાકોની સફળ ખેતી કરી તેની બજારમા માર્કેટીંગ કરીને અનેક એવોર્ડ સન્માન મેળવી ચૂક્યા છે. આ ખેડૂત એ બીજા ખેડૂતોને આ ખેતીથી ફાયદો થાય તેના માટે અનેક વખત સેમીનારોમા ભાગ લીધો છે. ખેડૂત હરસુખભાઇએ જણાવ્યુ હતુ કે મે છેલ્લા 15 વર્ષથી ઔષધીય તથા સુગંધિત ખેતી કરૂ છુ. જેમા મુલ્યવૃધ્ધિ થઈ રહી છે. પામરોજા,મેન્થા, ફુદીનો, લેમન ગાસ, સિટાનેલા, તુલસી, પંચોલી, વેટીવેર,ખસ વિગેરેમાંથી કિંમતી તેલ ઉત્પાદન થાય છે. એલોવેરા, સતાવરી, કોચા, સટીવયા જે ખાંડ કરતા 30 ગણી મીઠી હોય છે તેનુ વાવેતર સહેલાઇથી થઈ શકે તેમ છે.

ગુજરાતમાં ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી મૂલ્ય આધારિત ખેતી છે

ગુજરાતમાં ઔષધીય તથા સુગંધિત પાકોની ખેતી મૂલ્ય આધારિત ખેતી છે. બજારમા સારા ભાવ પણ મળી શકે તેમ છે. કુદરતના માઠા વર્ષ, દુષ્કાળ, અતિ વરસાદ, હિમપડવુ કે વાવાઝોડાથી નુકશાન પણ નહીવત છે. આથી આ ખેતી લાભદાયક છે. આ ખેતીમા સરકાર દ્વારા આર્થીક સહાય પણ આપવામા આવે છે. ઔષધીય સુગધીત પાકોની ખેતીના ઉત્પાદનમાં પામરોઝા તેલ ઉત્પાદન એકર 70 કિલોનુ છે. જેનો પ્રતી કિલો ભાવ રૂ. 1500 છે. આમ આ ઔષધીય સુગંધીત પાકોની ખેતીના ઉત્પાદન પાકની બજાર કિંમત પણ સારી મળી રહે તેમ છે. વધુમાં હરસુખભાઇએ જણાવ્યુ હતુ કે આ ઔષધીય પાકોની ખેતીમાં દેશ વિદેશમા પણ સારી ડિમાન્ડ છે. ખેડૂતોને આ ઔષધીય ખેતીના ઉત્પાદનના માલના ભાવ જથ્થાના મળી શકે તેમ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો