દિવસ-રાત જોયા વગર ડ્યૂટી કરનારા ઈન્સપેક્ટરે 2 મહિનાનો પગાર દાન કર્યો, મહિનાથી નથી ગયા ઘરે

કોરોના વાયરસ સામેની જંગમાં હરિયાણા પોલીસ ઈન્સપેક્ટર નવીન પરાશરનો ફાળો બીજા માટે શીખ છે. એક મહિનાથી તેઓ પોતાના ઘરે ગયા નથી અને 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, જેથી લોકો સુરક્ષિત રહે. આ ઉપરાંત તેમણે તેમના 2 મહિનાનો પગાર પણ મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યો છે. તેમનો બે મહિનાનો પગાર 1.11 લાખ રૂપિયા બને છે. સૌ કોઈ તેમની પ્રશંસા કરી રહ્યા છે.

મહિનાથી ઘરે નથી ગયા

ઈન્સપેક્ટર નવીન પરાશર એક મહિનાથી પોતાના ઘરે ગયા નથી. તેઓ 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, આ દરમિયાન તેઓ લોકડાઉનમાં લોકોને સુરક્ષિત રહેવા માટે જાગૃત પણ કરી રહ્યા છે. તેમણે સંક્રમિત ઝોનને સીલ કરવામાં પણ અગત્યની ભૂમિકા નીભાવી છે. તે વિસ્તારમાં તેમણે લોકડાઉનનું ઉલ્લંઘન થવા દીધું નથી. ત્યાં દરેક સમયે પોલીસકર્મી તૈનાત હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વીડિયો કોલથી કરે છે વાતઃ

નવીન પરાશર જણાવે છે કે, તેઓ આ પહેલા ક્યારેય પણ પરિવારથી આટલા સમય માટે દૂર રહ્યા નથી. તેમનો પરિવાર ફરિદાબાદમાં રહે છે. તેમને ઘણી યાદ આવે છે, પણ પરિવાર પહેલા તેમણે લોકોની સુરક્ષા કરવાની છે. તેઓ રોજ વીડિયો કોલ દ્વારા પરિવાર સાથે વાત કરે છે. જેથી તેમને અને પરિવારને એવું ન લાગે કે તેઓ દૂર છે. પરિવારને પણ ડર લાગે છે.

ભોજન પણ જમાડી રહ્યા છે

રોજ પેટ્રોલિંગ દરમિયાન જ્યારે તેઓ બહાર નીકળે છે, તો પોતાની સાથે ભોજન લઈને પણ નીકળે છે. રસ્તામાં જ્યાં પણ તેમને ભૂખ્યા લોકો દેખાઈ છે, તેમને ભોજન પીરસે છે. આ ઉપરાંત રખડતા જાનવરો માટે પણ ખાવાનો સામાન લઈને નીકળે છે. દરેક અઠવાડિયે તેઓ સૌ કોઈ પોલીસકર્મીની મેડિકલ તપાસ પણ કરાવે છે.

કોરોના વાયરસ મહામારીના મામલાઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. રોજ આંકડાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. જણાવી દઈએ કે, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 17,265 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ અનુસાર, ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 543 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 1553 નવા મામલા સામે આવ્યા છે અને 36 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 2547 કોરોના દર્દી સાજા થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો