ભાવનગરના હાર્વિક દેસાઇએ WC જીતની કરી આ રીતે ઉજવણી, આપ્યો આવો પોઝ

ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ગયુ છે. ભારતને ચેમ્પિયન બનાવવા પાછળ ભાવનગરના હાર્વિક દેસાઇનો પણ મહત્વનો ફાળો હતો. હાર્વિક દેસાઇએ ટ્રોફી સાથે એક પોઝ આપ્યો હતો. હાર્વિકની આ ઉજવણી તેની યાદગાર મોમેન્ટમાંથી એક હતી.

હાર્વિક દેસાઇ ટ્રોફી સાથે

હાર્વિક દેસાઇએ ફટકારી હતી વિનિંગ બાઉન્ડ્રી

હાર્વિક દેસાઇએ ફાઇનલમાં 47* રનની ઇનિંગ રમી હતી. હાર્વિકે બાઉન્ડ્રી ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. સાથે જ હાર્વિકે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જેસન સાંગાનો એક શાનદાર કેચ પણ પકડ્યો હતો. વર્લ્ડકપ જીત્યા પછી અંડર-19ની ટીમ ભારત પરત આવવાની છે ત્યારે હાર્વિકના સ્વાગતની તૈયારી ભાવનગરમાં શરૂ થઇ ગઇ છે. જો કે તે ક્યારે આવશે અને ક્યાં જવાના છે તેની હાર્વિકના પરિવારજનોને પણ કોઇ માહિતી નથી.

ટ્રોફી સાથે અંડર-19 વર્લ્ડકપની ટીમ
ભારતની ફાઇનલ મેચ જોતા હાર્વિક દેસાઇના પરિવારજનો
જીત પછી ટીમ ઇન્ડિયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો