ઇટાલીયન મધમાખીની સફળ ખેતી કરી નિવૃત સરકારી કર્મચારીએ અન્ય ખેડૂતોને ચીંધી નવી રાહ

દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના કજુરડા ગામના ખેડૂત દ્વારા કજુરડા ગામમાં આશરે 9 વિઘા જેટલી જમીનમાં ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખી ઉછેરની તાલીમ લઇને ખેતી વિકાસની સાથે મધનું ઉત્પાદન કરીને પૂરક કમાણી કરવાનો પ્રયાસ કર્યો છે. બાગાયત વિભાગ દ્વારા રૂા. 80 હજારની સહાયથી તેઓએ મધમાખી ઉછેરની સાથે મધ એકઠું કરવાનો નવતર પ્રયોગ કરીને આજીવીકા ઉભી કરી છે અને વર્ષે 2 લાખ જેટલી ચોખ્ખી રકમ મધમાખીની ખેતીથી કમાઇ રહ્યા છે.

કૃષિ મધમાખી ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ 30 ટકા ઉત્પાદન વધુ મળે છે

મધમાખીના ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે

કજુરડા ગામના ભિમાણી હરસુખભાઇ નામના ખેડૂત દ્વારા ઇટાલિયન મધમાખીની ખેતી કરી રહ્યા છે. મધમાખીના ઉછેરથી આજુબાજુના ખેતરમાં સરેરાશ 30 ટકા જેટલું ઉત્પાદન વધારે મળે છે. જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવો પડે છે. જેથી ઉત્પાદનમાં પણ વધારો મળે છે તથા જંતુનાશક દવાનો ખર્ચો બચે છે. મધમાખીની ખેતીથી વધારાની આવક પણ મળે છે. હરસુખભાઇએ મધમાખીની ખેતી વિશે જણાવતા કહ્યું હતું કે, મધ મેળવવા માટે સૌ પ્રથમ મધ ઉછેર કેન્દ્રમાં 1.5 ફુટ બાય 1 ચો.ફુટની એક પેટીમાં આઠ પેટી હોય છે. જેમાં અસંખ્ય માખી એકત્ર થાય છે. ઇટાલીયન મધમાખી મુખ્યત્વે સુગંધની દિશામાં પ્રયાણ કરે છે. જ્યાં વધુ પરાગરજ હોય તેવા રાયડો, ધાણા અને ફૂલની પરાગરજ લઇને ત્રણ કિલોમીટરના વિસ્તારમાં મધ ચૂસી લાવીને તે જ પેટીમાં ભરાઇ જાય છે. મધ એ ઉતમ ખોરાક અને વિવિધ રોગની દવા છે. 45ની ઉંમર પછી તો દરેક લોકોએ દરરોજ 3 ચમચી મધ વાપરવું જોઇએ જેથી ઘડપણમાં થતી બિમારી જેવી કે શારીરીક અશક્તિ, કફ, બલગમ અને સાંધાના દર્દ સદભાગ્યે મધના સેવનથી સરળતાથી ઉકલી જાય છે.

વર્ષે કમાઇ છે 2 લાખ રૂપિયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો