વાસી અથવા ફ્રિઝમાં મૂકી રાખેલા લોટની રોટલી ખાઓ છો? તો આવા લોટની રોટલી ખાવાના નુકસાન વીશે પણ જાણીલો

મોટાભાગે લગભગ બધાં જ ઘરમાં મહિલાઓ ભોજન તૈયાર કરી લીધા બાદ વધેલા લોટને ફ્રિઝમાં મૂકી દે છે અને સાંજ અથવા બીજા દિવસે સવારે તે વાસી લોટની રોટલી કરીને ખાય છે. પરંતુ શું તમને ખબર છે કે ફ્રિઝમાં લોટ રાખવો અને તે લોટની બીજા દિવસે રોટલી બનાવવી તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. આજે અમે તમને આ રીતે ફ્રિઝમાં કે બહાર સામાન્ય રીતે લાંબો સમય સુધી રાખી મૂકેલા લોટની રોટલી ખાવાના નુકસાન જણાવીશું. જે પછી તમે પણ હમેશાં ફ્રેશ અને તરત બાંધેલા લોટની જ રોટલી ખાશો.

સૌથી પહેલાં તો હંમેશા બાંધેલો લોટ તે સમયે જ ઉપયોગમાં લેવો જોઇએ. નહીં તો તેને રાખી મૂકવાથી તેમાં ઘણાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને પછી તેને ખાવાથી સ્વાસ્થ્યને બહુ જ નુકસાન થાય છે.

નિષ્ણાતોનું માનીએ તો લોટ બાંધ્યા બાદ થોડા સમયમાં જ તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. કારણ કે, લોટમાં પાણી મિક્સ થવાથી અનેક રાસાયણિક ફેરફારો થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. લોટ બાંધીને તેને ફ્રિઝમાં મૂકવાથી તેમાં ફ્રિઝનાં હાનિકારક કિરણો પ્રવેશે છે અને તે લોટને ખરાબ કરી દે છે. તેમાં રહેલા પોષકત્ત્વોનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. એવામાં જ્યારે ફ્રિઝમાં રાખેલા લોટની રોટલી બનાવીને ખાવામાં આવે તો શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે.

આ વિશે આયુર્વેદમાં પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે લોટ બાંધીને ફ્રિઝમાં ક્યારેય ન મૂકવો જોઇએ. વાસી લોટની રોટલીનો સ્વાદ ખરાબ આવે છે. વાસી લોટની રોટલી ખાવાથી ગેસની સમસ્યા પણ થાય છે.

આ ઉપરાંત અગાઉથી લોટ બાંધી રાખવાથી તેમાં વાસ આવી જાય અથવા તો ફુગાઈ જાય છે. ઠંડકના કારણે બેક્ટેરિયા પણ વધે છે અને તેનો સ્વાદ પણ બગડી જાય છે. તેથી હંમેશાં તાજું ખાવ અને હેલ્ધી રહો.

લોટને રાખી મૂકવાથી તેમાં ફર્મેન્ટેશન અર્થાત્ આથો આવવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેના કારણે તેમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને કેમિકલ્સ પેદા થવા લાગે છે. જે સ્વાસ્થ્ય અને પેટ બંનેને નુકસાન પહોંચાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો