સુરતના 26 વર્ષીય ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈને અર્જુન અવોર્ડ મળશે, કહ્યું-મારું સપનું પૂરું થયું

વર્ષ 2019ના અર્જુન અવોર્ડ માટે દેશભરમાંથી કુલ 19 ટેલેન્ટેડ ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં સુરતના 26 વર્ષીય હરમીત દેસાઈનું નામ પણ સામેલ છે. ટેબલ ટેનિસ પ્લેયર હરમીતને અર્જુન અવોર્ડ તો મળવાનો જ છે પણ સાથે જતેમણેસાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ગેમમાં પણ સેમિફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.

‘મારું સપનું પૂરું થયું’

અર્જુન અવોર્ડમાં નોમિનેટ થવા હરમીતે કહ્યું કે, હું ઘણું સારું અનુભવી રહ્યો છું. ફાઇનલી, મારું સપનું પૂરું થયું અને ,મારી મહેનત રંગ લાવી. ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2018માં ગોલ્ડ કોસ્ટ કૉમનવેલ્થ ગેમ્સમાં મેં અને જી. સાથિયાને નાઇજીરિયાને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જકાર્તા એશિયન ગેમ્સમાં મને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. છેલ્લાં ઘણા સમયથી મને મળી રહેલી સફળતા જોઈને મને ખબર હતી કે, એક દિવસ દેશ મને સન્માનિત કરે તેવો દિવસ ચોક્કસ આવશે.

‘સાડા પાંચ વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસમાં રસ હતો’

હરમીતની માતા અર્ચના દેસાઇએ કહ્યું કે, મારા દીકરાને નાનપણથી જ આદત છે કે જ્યાં સુધી એ જીતે નહીં ત્યાં સુધી ગેમ છોડવાની નહીં. હરમીતે સાડા પાંચ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી. 6 વર્ષની ઉંમરે તે સ્વીડન ગયો અને ત્યાંથી તેને આંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ ગઈ. હું એક ડાયટિશન છું આથી તેને હંમેશાં મારી તરફથી હેલ્ધી ફૂડ માટેની ટિપ્સ મળતી રહે છે.

‘ચાર વર્ષથી કોઈ મીઠાઈ ખાધી નહોતી’

ઇન્ટરેસ્ટિંગ વાત તો એક છે કે, હરમીતે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાના લક્ષ્ય માટે ચાર વર્ષથી મીઠાઈ ખાધી નહોતી. તેઓ દૂધ પણ ખાંડ વગરનું પીતા હતા. કોઈ મૂવી કે કોઈ તહેવાર પણ ઉજવ્યો નહોતો. તેમનો સંપૂર્ણ દિવસ માત્ર ટેબલ ટેનિસની પ્રેક્ટિસ પાછળ જ જતો રહેતો હતો.

ONGC કંપનીમાં અકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે

ટેબલ ટેનિસનું ટેલેન્ટ હરમીતને તેમના પિતા તરફથી મળ્યું છે. તેમના પિતા રાજૂલ દેસાઇ ગુજરાત લેવલે ટેબલ ટેનિસ રમી ચૂક્યા છે. હરમીતે ટેબલ ટેનિસથી સાથે સાથે બી.કોમ અને એમ.બી.એ.(HR)નો અભ્યાસ કર્યો છે અને તેઓ ONGCમાં અકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે

‘હજુ દસ વર્ષ સુધી પૂરી લગન સાથે રમીશ’

ભવિષ્યના પ્લાનિંગની વાત કહેતાં હરમીતે કહ્યું કે, હું હજુ આવનારા દસેક વર્ષ સુધી રમતો રહીશ. અર્જુન અવોર્ડ મળ્યા પછી હું આવતા વર્ષે યોજાનારી ટોક્યો ઓલિમ્પિક્સ માટે વધારે મોટિવેટ થયો છું. તેના માટે ગમે તેટલી કપરી પ્રેક્ટિસ કરવી પડે તો પણ તે કરવા હું તૈયાર છું. ઉલ્લેખનીય છે કે, ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ જાન્યુઆરી, 2020માં પોર્ટુગલમાં યોજાવાની છે.

23 સપ્ટેમ્બરે નોમિનેટ કરેલા ખેલાડીને અર્જુન અવોર્ડ આપવામાં આવશે

રમતગમતમાં જબરદસ્ત પ્રદર્શન કરનારા ખેલાડીઓના સન્માન માટે વર્ષ 1961થી અર્જુન અવોર્ડ આપવામાં આવે છે. વિનર પ્લેયર્સને નિશાન તાકતા અર્જુનની મૂર્તિ સાથે 5 લાખ રૂપિયા આપવામાં આવે છે. 23 સપ્ટેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે આ સમારોહ યોજાવાનો છે, જેમાં 19 ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો