ટોલ પ્લાઝા પર ટોઈલેટ ગયેલી 19 વર્ષિય પરણિત મહિલા પર ચપ્પુની અણીએ થયો ગેંગરેપ

હરિયાણાના કરનાલમાં ટોલ પ્લાઝા પર પરણિત મહિલા સાથે ચપ્પાની અણીએ ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસતાડા ટોલ પ્લાઝા પર બનેલા ટોયલેટમાં ગયેલી એક મહિલાનું અપહરણ કરી તેની સાથે રેપ કરવામાં આવ્યો. આરોપીઓએ મહિલાને બાથરૂમ પાસે ચપ્પુ બતાવી અપહરણ કરી લીધુ અને કુટેલ ફ્લાય ઓવર પાસે લઈ જઈ તેની સાથે ગેંગરેપ કર્યો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી એક આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસને મળેલી ફરિયાદ અનુસાર, પંજાબના લુધિયાણાની રહેવાસી 19 વર્ષિય પરણિત મહિલા 16 ફેબ્રુઆરીના રોજ રાત્રે પોતાના પતિ સાથે પાનિપતમાં સંબંધીના ત્યાં જઈ પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન એક સંબંધી પાસે પૈસા લેવાના હતા તો તેણે બસતાડા ટોલ પર તેમને ઉતરવાનું કહ્યું હતું. રાત્રીના લગભગ એક કલાકે તે અને તેનો પતિ બસતાડા ટોલ પ્લાઝા પર ઉતરી ગયા. ત્યાં પોતાના સંબંધીની રાહ જોઈ રહ્યા હતા, જેમની પાસે તેમણે 20000 હજાર રૂપિયા લેવાના હતા.

બે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યું

પીડિતા અનુસાર, આ દરમિયાન તેઓ ચાની હોટલ પર બેઠા હતા. ત્યારબાદ જ્યારે તે ટોયલેટ જવા માટે ગઈ તો ત્યાં બે આરોપીઓએ ચાકુની અણીએ તેનું અપહરણ કરી લીધુ અને ફ્લાયઓવર પાસે લઈ ગયા. ત્યાં તેમણે તેની સાથે ગેંગરેપ કર્યો. મહિલાને જ્યારે તેનો પતિ શોધતો આવ્યો તો આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા.

આરોપીઓને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા

પીડિતાની ફરિયાદ પર પોલીસે ટોલ પ્લાઝા પર કુરકુરે વેચવાવાળા વિરુદ્ધ મામલો નોંધ્યો અને તેની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીનું મેડિકલ કરાવી કોર્ટમાં રજૂ કર્યો છે, જ્યાંથી તેમને 14 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં કરનાલ મોકલી દેવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ મેઘરાજ છે. જ્યારે બીજો સોનુ હજુ ફરાર છે. પોલીસ અનુસાર, તેની પણ ટુંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો