વ્યસનમુક્તિ માટે સુરતીથી નીકળેલા દોડવીર પહોંચ્યા પ્રમુખ સ્વામિના જન્મસ્થળ ચાણસદ

સુરતઃ પ્રમુખ સ્વામિની જયંતિ રાજકોટમાં ઉજવવા માટે સુરતના 48 વર્ષીય દોડવીર હરિકૃષ્ણ પટેલ વ્યસનમુક્તિના સંદેશા સાથે 450 કિમીની દોડ પર નીકળ્યાં છે. 25મી નવેમ્બરે નીકળેલા હરિકૃષ્ણ પટેલ છ દિવસમાં 150 કિમીનું અંતર કાપીને પ્રમુખ સ્વામિના જન્મ સ્થાન એવા ચાણસદ ખાતે પહોંચી ગયાં હતાં. રસ્તામાં તેઓ લોકોને વ્યસનના ગેરફાયદા અને મુક્તિના ફાયદા સમજાવતાં આગળ વધી રહ્યાં છે.

* પ્રમુખસ્વામી બાપાનો સૈનિક લોકોમાં વ્યસનમુક્તિ માટે આહલેક જગાવી રહ્યો છે
* પ્રમુખ સ્વામી કાંડુ પકડી લઈ ગયાને વ્યસન છોડાવ્યું
* 48 વર્ષીય હરિકૃષ્ણ પટેલ 450 કિમી દોડમાંથી 150નું અંતર કપાયું.

-પ્રમુખ સ્વામિનો વ્યસન મુક્તિનો સંદેશ લઈને દોડી રહેલા હરિકૃષ્ણ પટેલ પહેલા દિવસે 33 કિમી દોડ્યા હતાં.

-પ્રથમ દિવસે ખરાબ રસ્તા અને રોજની પ્રેક્ટિસ ન હોવાથી પગમાં ફોડલા ઉપસી આવ્યાં

– રસ્તામાં ઠેક ઠેકાણે આવકાર મળવાની સાથે તેમની દોડને લોકોમાંથી સરાહના મળી રહી છે

-હરિકૃષ્ણભાઈની દોડમાં તેમની સાથે એક કારમાં કાકાના દીકરાઓ પણ ચાલે છે

– બાપાના હાથે 19 વર્ષની ઉંમરે હરિકૃષ્ણ પટેલએ વ્યસન છોડ્યું

– છેલ્લાં બે વર્ષમાં તમાકુને કારણે પાંચ મિત્રો અને એક ભાઈ ગુમાવ્યો

– હરિકૃષ્ણભાઈએ વડાપ્રધાન અને ગ્રીન એગ્રીકલ્ચર એમ ત્રણ દોડમાં મેડલ પણ મેળવ્યા

ત્રણ લોકોને સમજાવ્યાં

હરિકૃષ્ણભાઈએ એક પ્રસંગ ટાંકતા જણાવ્યું હતું કે, હાઈ વે પર ત્રણ પડછંદ કાયા ધરાવતાં યુવકો બીડી પી રહ્યાં હતાં. મે તેમની નજીક જઈને વ્યસન મુક્તિ અંગે વાત કરી હતી. શરૂઆતમાં તેમણે કહ્યું કે, આદતથી મજબૂર છીએ. પરંતુ બાદમાં મેં મારી વાત કહેતા તેમણે 15 મિનિટ સુધી મને સાંભળ્યો અને ફરી બીડી નહીં પીએ તેવું કહ્યું હતું. શરૂઆતમાં તેમની સાથે વાત કરતાં અંદરથી ડર લાગતો હતો જો કે, તેમની સાથે વાત કર્યા બાદ તેમના હ્રદયની કોમળતા મને સ્પર્શી સાથે જ મને મારી દોડ સાર્થક થઈ હોય તેવો ભાવ થયો હતો.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!