માવો-ફાકી-મસાલો છોડાવવા માટે આવી ગયો તંબાકુ રહિત હર્બલ માવો

જૂનાગઢના સીનીયર સિટીઝન્સે કાન્તીલાલ જાંજરૂકીયા હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા વ્યક્તિઓ નું પ્રમાણ વધારે છે.હાલ ના સમયમા યંગ જનરેશન મા આ તમાકુ વાળા માવા ખાવાનું પ્રમાણ વધતું જાય છે. જેને દયાનમા રાખી કાંતિલાલે આ માવાનો આવિષ્કાર કર્યો છે.

તંબાકુ વાળા માવા અથવા તંબાકુ ની બનાવટ વાળી દરેક વસ્તુ ખાવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ત્યારે આ તંબાકુ વાળા માવાના બંધાણીઓને આ વ્યસનથી છોડાવવા હર્બલ માવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે હર્બલ માવા બનાવનાર કાન્તીલાલ જાંજરૂકીયાએ જણાવ્યું હતું સમગ્ર ભારતમાં હર્બલ માવા બનાવવાનો આ પ્રથમ અને સફળ પ્રયોગ છે. જે લોકો એ આ હર્બલ માવા ખાધા તેમાંથી 90 ટકા લોકોએ તમાકુ વાળા માવા ખાવાનું છોડી દીધું છે, જેનાથી સાબિત થાય છે કે ભવિષ્ય મા દરેક વ્યક્તિ આ હર્બલ માવા નો ઉપયોગ કરી તંબાકુ છોડવામાં સફળ બની શકશે.

હર્બલ માવા નું વિતરણ કેવી રીતે થાય છે?

હર્બલ માવાના વિતરણની શરૂઆત 3 એપ્રિલથી કરવામાં આવી છે.અને 7 એપ્રિલ સુધી દરેક વ્યકિતને 2 -2 હર્બલ માવાનું ફ્રિમાં વિતરણ કરવામાં આવશે. આ માટે ઝાંઝરડા રોડ સ્થિત ઓમનગરમાં આવેલ ગોકુલધામ -2માં કાન્તીભાઇ જાંજરૂકીયાનો સવારના 8 થી 9 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે. ત્યાર પછી એક કિલો માવાનું પેકેટ 360 રૂપિયા ના ભાવે આપવામાં આવશે જેમાંથી 70 માવા બનશે.

કોણ છે કાંતિ ભાઈ ?

કાંતિભાઈ પોતે, સૌરાષ્ટ્ર ના જુનાગઢ ના જ વાતની છે, માનવસેવા અને માનવતા ના કર્યો કરવા માટે તેમનું હૈયું અને હાથ હમેશા તત્પર રહે છે. એટલે જ તેઓ એ ગોકુલધામ – ૨ નામનો NGO શરુ કર્યો છે જેમાં તેઓ સ્વરછતા, એકતા, રાષ્ટ્રભાવના, લોક સ્વાસ્થ્ય જેવા સદગુણો સમાજમાં પ્રસ્થપિત થાય તેના માટે કામ કરે છે…!! અહી, તમે ફોટો માં જોઈ શકો છો કે કેવા કેવા પ્રકારના કામ તેમણે હાથે ધરેલા છે.

કાંતિભાઈ ફક્ત માવા આપી ને છૂટી જતા નથી, તેઓ દરેક વ્યક્તિ સાથે વાત ચિત કરે છે અને ફીડ બેક પણ લે છે….સાથે સાથે તેઓ તેમણે માર્ગદર્શન પણ આપે છે અને વિયુલાઇએશન પણ કરાવે છે કે, તંબાકુ વગર ના માવાનું જીવન અને હર્બલ માવાનું જીવન કેવું હશે !! આ રીતે જે તે વ્યક્તિને વ્યાસન હોય છે તે લોકોમાં એક નૈતિક હિંમત આવે છે અને વ્યસન છોડવા માટે માનસિક તૈયારી બતાવી તેઓ તેમણે સંકલ્પિત પણ કરે છે !!

સામગ્રી અને શરુઆત મા જોડાયેલા લોકો

Source:- કાંતીલાલ મોહનભાઈ જાંજરુકીયા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો