ચીનમાં નવો ફેલાયેલો ‘હંટા વાયરસ’ જેને લોકો મહામારી સમજીને ભય ફેલાવી રહ્યા છે, એનાથી ડરવાની જરૂર નથી, જાણો એ શું છે

કોરોનાવાઈરસ નામના દુશ્મનથી હજુ દુનિયાએ છૂટકારો પણ નથી મેળવ્યો. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantavirus હેન્ટાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ પર છે. તેને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો કેટલાક લોકો મીમ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ વાઈરસથી ડરવા જેવી કોઈ વાત જ નથી. ન તો આ વાઈરસ હવા દ્વારા ફેલાય છે ન તો મનુષ્યના સંપર્કથી ફેલાય છે. શું છે આ વાઈરસ અને કેવી રીતે ફેલાય છે તેના વિશે સમજીએ…

ઉંદરો દ્વારા જ આ વાઈરસ માણસોમાં ફેલાઈ શકે છે:

 • હંટા વાઈરસ ચીનમાં ઘણા વર્ષોથી સક્રિય છે. આ વાઈરસ એક માણસથી અન્ય માણસોમાં ફેલાતો નથી. આ વાઈરસ ઉંદરોમાં થતો જોવા મળે છે. ઉંદરો દ્વારા જ તે માણસોમાં ફેલાઈ શકે છે.
 • આ વાઈરસથી ચેપિત ઉંદરોના મળ-મૂત્ર અને સલાઈવા (લાળ)નાં સંપર્કમાં આવવાથી જ મનુષ્યમાં તે ફેલાય છે.
 • હવાનાં માધ્યમ કે પછી હ્યુમન ટુ હ્યુમન કોન્ટેક્ટ દ્વારા આ વાઈરસ ફેલાતો નથી.
 • સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની વેબસાઈટ અનુસાર, ઉંદરો ઘરમાં રહે તો આ વાઈરસના ફેલાવવાનું જોખમ વધારે બને છે. ચેપિત ઉંદરોના સંપર્કમાં આવ્યા બાદ મોં, આંખ, નાકને અડવાથી શરીરની અંદર આ વાઈરસ ફેલાઈ શકે છે.

હંટા વાઈરસનાં લક્ષણો:

 • તાવ
 • માથાનો દુખાવો
 • ઠંડી લાગવી
 • સ્નાયુમાં દુખાવો
 • ચક્કર આવવા
 • ઊલટી થવી
 • ડાયેરિયા

શું છે હંટા વાયરસની સારવાર?

હંટા વાયરસ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. અત્યાર સુધીમાં આ વાયરસનો કોઈ સ્પષ્ટ ઈલાજ નથી. માત્ર મેડિકલ દેખરેખ અને આઈસીયુ દ્વારા દર્દીની દેખભાળ રાખવામાં આવે છે. ઓક્સીજન સિલિન્ડર દ્વારા દર્દીને શ્વાસ લેવામાં મદદ પહોંચાડવામાં આવે છે. આ વાયરસના સંક્રમણથી બચવા માટે સૌથી અગત્યની વાત એ છે કે, જેમને તાવ હોય અને થાક લાગે તેમને ઉંદરથી દૂર રહેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો