હળવદના ખેડૂતે 50 વિઘાનો કપાસનો પાક ખેતરમાં ભેગો કરી દિવાસળી ચાંપી, જાણો ખેડૂતે હૈયાવરાળમાં શું કહ્યું?

ઝાલાવાડમાં સૌથી વધુ કપાસનું વાવેતર હળવદ પંથકમાં થાય છે. પરંતુ આ પંથકમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. અને મોટા ભાગે કપાસ નો પાક નિષ્ફ્ળ ગયો છે. ત્યારે હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાક નિષ્ફ્ળ જતા એક ખેડૂતે પચાસ વીઘાના ઉભા કપાસને પાડીને સળગાવી દેવાની શરૂઆત કર્યાની ઘટના સામે આવતા પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે… નુકસાનીના સર્વેની ટીમ પણ આવી નથી.ખેડૂતની હૈયાવરાળ

હળવદ પંથકમાં ચોમાસામાં ભારે વરસાદ બાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે વિવિધ પાકોમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં ખાસ તો કપાસ અને મગફ્ળીના પાક માં વધુ નુકસાની જોવા મળી છે ત્યારે હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાક નિષ્ફ્ળ જતા ખેડૂતે ઉભા કપાસને પાડી દઈને ખેતર વચ્ચે સળગાવી દીધો હતો.

કુદરતી નુકસાની બાદ કોઈ સરકારી સહાય નહીં

આ અંગે ખેડૂત અલકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ૫૦ વીઘામાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ પાછળથી પડેલા ભારે વરસાદ અને પછી પડેલા કમોસમી વરસાદ ના કારણે સંપૂર્ણ પાક નિષ્ફ્ળ ગયો છે સાથે જ હજી સુધી અહીં કોઈપણ પાક નુકસાનીનો સરવે કરવાની ટીમ આવી નથી. જેથી હાલ અમો ખેતરમાં રહેલ કપાસને પાડી દીધો છે અને તેને સળગાવી દેવામા આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો