પંચમહાલના નરાધમે વિકૃતિની તમામ હદ કરી પાર: સગીરા પર દુષ્કર્મ આચરી કરી લોહીલુહાણ, તે લોહીથી દિવાલ પર નામ લખવાનો કર્યો પ્રયાસ

હાલના સમયમાં વાસનાં ભરેલાં નરાધમોએ વિકૃતિની તમામ હદ વટાવી ચૂકી છે. પંચમહાલના હાલોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને કંપારી છૂટી જશે. હાલોલના નાનકડા ગામમાં એક યુવાને પાડોશમાં રહેતી એક સગીરાને જબરદસ્તી ધાબે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે લોહીલુહાણ થયેલી સગીરાનાં લોહીથી જ તેણે દિવાલ પર નામ લખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ મામલે આરોપીને પકડી પાડ્યો છે. કેમેરા સામે તે હસતો જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલોલ તાલુકાના એક નાનકડા ગામમાં પરપ્રાંતીય પરિવાર તેની સગીર દીકરી સાથે રહે છે. તેની બાજુમાં એક યુવાન રહે છે જે પોતે પરણિત પણ છે, પરંતુ આ યુવાને સગીરા પર નજર બગાડી હતી. અને રાત્રીના સમયે તે સગીરાને ઉઠાવી નજીકના મકાનના ધાબા પર લઈ ગયો હતો. અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવાન આટલેથી ના અટકતાં સગીરાને લોહીલુહાણ કરી નાખી હતી. અને તેણે આ લોહીથી દિવાલ પર નામ લખવાની કોશિશ પણ કરી હતી.

વિકૃતિ હદ વટાવી દેનાર હંમેશા કોઈ ની જિંદગી ને નર્ક હોમી દેતો હોય છે કંઈક આવી જ ઘટના બનવા પામી છે હાલોલ પોલીસ મથક ની હદ આવેલ નાનકડા ગામ માં બનવા પામી છે જ્યાં એક પરણિત વિકૃત માનસિકતા ધરાવતા યુવાને પાડોશ માં જ રહેતી એક સગીરા ને પોતાના હવસ નો શિકાર બનાવી પીંખી નાખી એટલું જ નહીં સગીરા ને લોહીલુહાણ હાલત માં કર્યા બાદ તેના લોહી થી દીવાલ પર તેનું નામ લખવા ની કોશિશ કરી ,જોકે આ મામલે ફરિયાદ થતા પોલીસે આ નરાધમ ને પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે

આ મામલે સગીરાના પરિવારજનોને જાણ થતાં જ તેઓનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ આરોપીને ઝડપી પાડીને તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટ નેગેટિવ આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

તો બીજી બાજુ સગીરાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે હાલ સગીરાની હાલત સ્થિર છે. પણ આ ઘટનાથી ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે આરોપીનો ફોટો લેવામાં આવ્યો ત્યારે તેના મોઢા પર હાસ્ય જોવા મળતું હતું. અને શરમનો એક છાંટો પણ ન હતો. એક પરિણીત યુવાન થઈ આ પ્રકારનું પાશવી કૃત્ય આચરતાં લોકોએ પિત્તો ગુમાવ્યો હતો. અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો