હાલોલમાં સુપરવાઈઝરે વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલાને કહ્યું ‘મારી સાથે સંબંધ નહીં રાખ તો ફોટો વાયરલ કરી દઈશ,’ શારિરીક સંબંધ બાંધવા ધમકી આપી

હાલોલની (Halol) ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરતી પરિણીત મહિલા (Married woman) સાથે સુપર વાઈઝરે (Superviser) સંબધ કેળવી અંગત પળોના ફોટા (Personal Photos) પાડી લીધા હતા. જેનાબાદ પરિણીતાને શારીરિક સંબધ (physical Relation) રાખવા સુપર વાઈઝરે દબાણ કરતાં પરિણીતા મૂંઝવણમાં મુકાઈ હતી. સુપરવાઇઝરે મહિલાને કહ્યું હતું કે ‘ જો મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ,’ આખરે મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં (Woman Helpline 181) કોલ કરી જાણ કરી હતી.દરમિયાન અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ ઉપર જઈ સુપરવાઇઝર પાસેના મોબાઈલ માંથી ફોટા ડીલીટ કરાવતાં પરણિતાને રાહત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ક્યારેક સાથે નોકરી કરતાં કર્મીઓ કે અન્ય પરિચિત વ્યક્તિઓ સાથે મિત્રતા બાંધ્યા બાદ આવતી નજદીકિ ભારે પડી શકે છે. વિશ્વાસમાં આવી ગયા પછી કેટલાક ભેજાબાઝો મહિલાઓ સાથેની મિત્રતા દરમિયાન અંગત પળો પોતાના મોબાઈલ ફોનમાં કંડારી લેતા હોય છે જેના બાદ મહિલાઓને પોતાની સાથે શારિરીક સંબધ બાંધવા માટે અંગત પળોના ફોટો વાયરલ કરવા અથવા તેણીના સ્વજનને ફોરવર્ડ કરી દેવાની ધમકી આપી તાબે થવા મજબૂર કરતાં હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના હાલોલમાં સામે આવી છે.

‘જો મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ’
હાલોલની એક ફેકટરીમાં વર્કર તરીકે કામગીરી કરતી એક પરિણીત મહિલાને ફેકટરીના સુપરવાઇઝર સાથે મિત્રતા થઈ હતી. દરમિયાન સુપરવાઈઝરે વિશ્વાસમાં લઇ પરણીતા સાથે શારીરિક છૂટછાટ લઇ તેના ફોટો પાડી લીધા હતા અને ત્યારબાદ પરિણીતાને શારીરિક સંબધ રાખવા દબાણ શરૂ કર્યુ હતું. જે અંગેનો પરિણીતાએ ઇન્કાર કરતા સુપરવાઈઝરે ધમકી આપવાની શરૂઆત કરી હતી. જો મારી સાથે સબન્ધ નહીં રાખે તો આ ફોટો વાયરલ કરી દઈશ અને તારા પતિ ને પણ મોકલીશ એવી ધમકી આપતાં જ પરણીતા ડરી ગઈ હતી.

જેથી પરિણીતાએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી પોતાની વ્યથા જણાવી હતી.જેથી અભયમ ટીમે પોલીસની મદદથી સુપરવાઈઝરને પાસે પહોંચી જઈ તેના મોબાઈલ માંથી પરણીતાના તમામ ફોટા ડિલિટ કરાવ્યા હતા. અભયમ ટીમે સુપરવાઈઝરને કોઈપણ મહિલાના આ રીતે ફોટા વાયરલ કરવા ગુનો બંને છે એમ જણાવતાં તેણે પોતાની ભૂલ કબૂલી હતી અને હવે પછી કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરું જેની ખાત્રી આપી હતી.

અભયમ ટીમે જણાવેલ કે પોતાના મિત્ર કે પરિચિત સાથે પણ મર્યાદામાં સંબધ રાખવા નહીંતર મોબાઈલ દ્વારા અંગત પળોના ફોટા,વાતચીતના અંશો અને મેસેજ આધારે બ્લેકમેલ કરી શકવા સંભાવનાઓ રહે છે જેથી ખુબ સાવચેતી રાખવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો