રાજકોટના ઉદ્યોગપતિએ ઈનહાઉસ પાર્ટસની મદદથી મશીન બનાવી તોડી ચીનની મોનોપોલી, અડધા માણસોથી 8 ગણું કામ લઇ શકાશે
ડ્રોઅર સ્લાઈડ બનાવવામાં સમગ્ર દુનિયામાં ચીન મોખરાનું સ્થાન ધરાવે છે. રાજકોટને પણ તેના પર જ આધારિત રહેવું પડતું હતું. કોરોના પછી રાજકોટે ચીનની મોનોપોલી તોડીને આત્મનિર્ભર બનવાની શરૂઆત કરી છે. પહેલા ડ્રોઅર સ્લાઇડ બનાવી. હવે ડ્રોઅર સ્લાઈડ બનાવવા માટે સ્પેશિયલ પર્પઝ્ડ મશીન બનાવ્યું છે. જેમાં ઇનહાઉસ પાર્ટસ અને મશીનરીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચીનમાં આ મશીન બને છે. જે મશીનમાં એક પછી એક એમ અલગ અલગ પ્રક્રિયા કરવા માટે 10 લોકો કામ કરતા હોય છે. જ્યારે રાજકોટમાં બનેલા મશીનમાં 4 માણસ હશે તો પણ 4 હજાર પીસ ડ્રોઅર સ્લાઈડ બનાવી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
રાજકોટના ઉદ્યોગકારોને ફાયદો
મશીન બનાવનાર ઉદ્યોગપતિ જયંતીભાઈ મુંગરા જણાવે છે કે, કોરોના બાદ હવે દરેક ક્ષેત્રમાં રાજકોટના ઉદ્યોગ જગતને ફાયદો થવા જઇ રહ્યો છે. શરૂઆતના તબક્કામાં ડ્રોઅર સ્લાઇડ બનાવવામાં જ અમેરિકા તરફથી રાજકોટને મોટો ઓર્ડર મળ્યો છે. જો કે ઓર્ડર સમયે અમેરિકાના ઉદ્યોગપતિને રાજકોટમાં ઊભું થયેલું સેટઅપ નાનું લાગ્યું હતું, પરંતુ આ નાના સેટઅપમાં સમયસર કામ પૂરું થતા અમેરિકા તરફથી રાજકોટને ઓર્ડર પૂરો મળી ગયો. જ્યારે અમેરિકા તરફથી ઓર્ડર મળ્યો ત્યારે ચીનના મશીનમાં જ આ પ્રોડક્ટ બની હતી, પરંતુ તેમાં અનેક પ્રકારની ક્વેરી નીકળી.જેને કારણે કામ કરવામાં થોડી ઘણી મુશ્કેલી પણ નડી. આ જ સમયગાળામાં લોકડાઉન જાહેર થયું. આ સમયનો સદુપયોગ કર્યો અને માર્ચ મહિનામાં મશીનની ડ્રોઈંગ અને ડિઝાઇન બનાવી. ત્યારબાદ એપ્રિલ માસમાં આ માટે સંપૂર્ણ ટીમ કામે લાગી ગઇ અને 25થી વધુ વ્યક્તિની મદદથી મશીન બનાવ્યું. હાલ તેમાં આ મશીનમાં વાયરિંગનું કામકાજ ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

