સુરતથી મુંબઈનું 225 કિમીનું અંતર ક્રૂઝ દ્વારા 16 કલાકમાં કપાશે, આખી રાત દરિયામાં પ્રવાસ, પાર્ટી હોલ, દેશી-વિદેશી વ્યંજન સાથે તેમાં મનોરંજનની સંપૂર્ણ વ્યવસ્થા, વીકેન્ડ પર હજીરાથી બાન્દ્રા ચાલશે,

કોસ્ટલ ટૂરિઝમને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે SSR મરિન સર્વિસને હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસને મંજૂરી આપી છે. SSR મરિન સર્વિસના સીઇઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું કે, 10 નવેમ્બરથી હજીરાથી બાંદ્રા વચ્ચે પેસેન્જર ક્રૂઝ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં આ સર્વિસ સાપ્તાહિક રહેશે. પાછળથી જરૂરિયાત મુજબ, ટ્રિપ વધારવામાં આવશે. ફેરી સર્વિસ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે બાંદ્રા (બાંદ્રા-વરલી સી લિન્ક નજીક)થી ઉપડશે અને શુક્રવારે સવારે 9 વાગ્યે હજીરા પહોંચશે.

શુક્રવારે સાંજે 5 વાગ્યે હજીરાથી ઉપડશે અને શનિવારે સવારે 9 કલાકે બાંદ્રા પહોંચશે. ક્રૂઝ 16 કલાકમાં સુરતથી બાંદ્રા સી લિંક વચ્ચેનું 222 કિલોમીટરનું અંતર કાપશે. ટિકિટ ઓનલાઇન અને ટેલિકોલિંગથી બુક કરી શકાશે. તેનું ભાડું 3,000થી 5,000 રૂપિયા હશે. ત્રણ ડેકવાળી લક્ઝરી ક્રૂઝમાં 215 લોકો પ્રવાસ કરી શકે છે.

લક્ઝરી ક્રૂઝમાં આ સુવિધાઓ

  • 20 સ્વીટ એસી રૂમ
  • 3,000થી 5,000 રૂપિયા ભાડું રહેશે
  • રેસ્ટોરાં, પાર્ટી હોલ, સ્લીપિંગ એરેન્જમેન્ટ અને મનોરંજન

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો