દહીંમાં આ સામગ્રી મિક્સ કરીને બનાવો પેક, ડેન્ડ્રફ અને ડ્રાય હેરની સમસ્યા થશે દૂર

વાળની સારસંભાળ કરવા માટે દહીંનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. દહીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણોના સિવાય ઘણા વિટામિન્સ મળે છે જે વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ કરે છે. જિદ્દી ડેન્ડ્રફ હોય કે ખંજવાળ દહીંથી દૂર થઇ જાય છે.

  • દહીંમાં એવા ગુણ હોય છે જે વાળ માટે મદદરૂપ થાય છે
  • દહીંમાં ફેટી એસિડ મળી આવે છે જે વાળને હેલ્ધી બનાવી રાખે છે.
  • દહીંમા રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ સિવાય ઘણા વિટામિન્સ પણ મળી આવે છે.

દહીંમાં ફેટી એસિડ મળી આવે છે જે વાળને હેલ્ધી રાખવાની સાથે સાથે ડ્રાય અને રફ વાળને સુવાંળા બનાવે છે. જો તમે પણ વાળને નરમ, શાઇનિંગ અને મજબૂત બનાવવા ઇચ્છો છો તો અઠવાડિયામાં 2 વખત દહીંનો પાવર પેક લગાવો. જાણીએ તેણે બનાવવા માટેનો સરળ ઉપાય…

ડેન્ડ્રફને દૂર કરવા માટે તૈયાર કરો આ પેક:

દહીંમાં એવા ગુણો રહેલા છે જે વાળની રફનેસ દૂર કરવામાં મદદરૂપ થાય છે જાણી કેવી રીતે બનાવવાનો આ પેક

સામગ્રી:

  • 1 કપ દહીં
  • 5 ટી સ્પૂન મેથી દાણા પાવડર
  • 1 ચમચી લીંબૂનો રસ

એક બાઉલ લો, તેમાં તમામ સામગ્રીઓ સારી રીતે મિક્સ કરી લો. બ્રશની મદદથી આ માસ્કને વાળમાં લાગવી દો. એક વખત આ થઇ જાય પછી વાળને શાવર કેપથી ઢાંકી લો અને લગભગ 40 મિનિટ સુધી છોડી દો, જે પછી વાળનો માઇલ્ડ હર્બલ શેમ્પૂથી ધોઇ લો. સારું રિઝલ્ટ મેળવવા માટે અઠવાડિયામાં 2 વખત તેણો ઉપયોગ કરો.

વાળની શાઇનિંગ વધારવા માટે બનાવો આ પેક

સામગ્રી:

  • 1 કપ દહીં
  • 20 જાસૂદના ફૂલ
  • 10 લીમડાના પાન
  • અડધા સંતરાનો રસ

જાસૂકના ફૂલો અને લીમડાના પાનને મિક્સરમાં મિક્સ કરીને તેમાં દહીં અને સંતરાનો રસ ભેળવી દો. હવે આ માસ્કને વાળમાં લગાવો અને અડધો કલાક પછી શેમ્પૂથી વાળને ધોઇ લો.

વાળને મજબૂત કરવા માટે લગાવો આ પેક:

દહીં ન તો માત્ર વાળને કૂલિંગ ઇલેફ્કટ આપે છે પરંતુ તેમાં જો અમુક વસ્તુઓ મિક્સ કરીને ઉપાય કરવામાં આવે તો વાળ મજબૂત થઇ જાય છે. વાળને ખરતા રોકવા માટે આ પેકને અઠવાડિયામાં 1 વખત જરૂરથી લગાવો.

સામગ્રી

  • 1 કપ દહીં
  • 1 ઇંડુ
  • 2 ચમચી જૈતૂનનું તેલ
  • 3 ચમચી એલોવેરા જેલ
  • 2 ચમચી તુલસીની પેસ્ટ
  • 2 ચમચી લીમડાની પેસ્ટ

એક વાડકીમાં આ તમામ સામગ્રીઓ મિક્સ કરી લો. હવે તમારા વાળના મૂળથી લઈને ઉપર સુધી આ હેર માસ્ક લગાવો. એક કલાક વાળમાં રહેવા દો અને શેમ્પૂથી વાળ ધોઇ લો.

નોંધ: આ માહિતી જાણકારી માટે છે. તમને કોઈપણ પ્રકારની એલર્જી કે અન્ય કોઇ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અચૂક લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close