શું વાળ અને દાઢીમાં વાઈરસ જમા થઈ શકે છે? શું બહારથી આવ્યા બાદ કપડા બદલવાની અને ન્હાવાની જરૂર છે? વૈજ્ઞાનિકોએ આપ્યા જવાબ

કોરોનાવાઈરસના કારણે આપણા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા છે. આપણે સ્વચ્છતા અને સામાજીક વ્યવહાર પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. આ વાઈરસની સૌથી ઘાતક અને ભયાનક બાબત છે, તેના ફેલાવવાની રીત. કોરોના ચેપી રોગ છે. છીંક, ખાંસી દ્વારા તે ઈનફેક્ટેડ વ્યક્તિથી કોઈ સ્વસ્થ વ્યક્તિ સુધી પહોંચી શકે છે. તે ઉપરાંત વાઈરસના કણો સપાટી પર પહોંચીને પણ બીમારી ફેલાવી શકે છે. સાવચેતી હોવા છતાં, એવા ઘણા પ્રશ્નો છે, જેના જવાબ નિષ્ણાતો આપી રહ્યા છે.

શું બહારથી આવ્યા બાદ કપડા બદલવાની અને ન્હાવાની જરૂર છે?

ના, જો તમે સોશિયવ ડિસ્ટન્સિંગનું પાલન કરો છો, તો તમારે ઘરે પહોંચીને કપડા બદલવાની અને ન્હાવાની જરૂર નથી. પરંતુ તમારે વારંવાર હાથ ધોવા જરૂરી છે. એ સાચું છે કે છીંક, ખાંસીથી વાઈરસના કણો કોઈપણ સપાટી સુધી પહોંચી શકે છે, પરંતુ તમારા કપડા સુધી પહોંચવાની શક્યતા ખૂબ ઓછી છે. એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વાઈરસના કણો અડધા કલાક સુધી હવામાં રહી શકે છે. વર્જિનિયા ટેકમાં એરોસોલ સાઈન્ટીસ્ટ લિંસે મારના જણાવ્યા પ્રમાણે, એક નાનું ટીપું હવામાં તરી શકે છે પરંતુ એરોડાયનેમિક્સના કારણે તે તમારા કપડા પર જમા નથી થઈ શકતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કપડા પર વાઈરસના કણો કેમ જમા નથી થતા- 

ડોક્ટર મારે તેનું ઉદાહરણ આપતા સમજાવ્યું. તેમણા જણાવ્યા પ્રમાણે, આ કણો આપણી આસપાસ હવાના પ્રવાહ સાથે રહે છે, કેમ કે, આપણે તેના કરતા ધીમે ધીમે ચાલીએ છીએ. જેમ કે, એક ધીમી કારની આસપાસ ધૂળ હોય છે પરંતુ જેવી ગાડીની સ્પીડ વધી જાય છે તો તે કાચ સાથે ટકરાવવા લાગે છે. ડોક્ટર મારના જણાવ્યા પ્રમાણે, આપણે ચાલતા સમયે હવાને ધક્કો મારીએ છીએ અને તેની સાથે આ કણો પણ આગળ જતા રહે છે.

શું વાળ અને દાઢીમાં વાઈરસ જમા થઈ શકે છે?

બાળરોગના સંક્રમણ રોગના પ્રશિક્ષક ડોક્ટર એન્ડ્રયૂ જેનોસ્કીના જણાવ્યા પ્રમાણે, પહેલા તમારે સંક્રમણની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિચાર કરવો પડશે. જો કોઈએ તમારા માથાના પાછળની ભાગમાં છીંક ખાધી છે તો વાઈરસના ઘણા કણો હોવા જોઈએ. ત્યારબાદ તમારે વાળના તે ભાગને સ્પર્શ કરવો પડશે. ત્યારબાદ તમારા ચહેરા અને શરીરના બીજા અંગોને સ્પર્શ કરો. ડોક્ટર જેનોસ્કીના જણાવ્યા પ્રમાણે, સંક્રમણ ફેલાવવા માટે આટલી બધી વસ્તુઓનું એક સિરીઝમાં સંપૂર્ણ હોવું જરૂરી છે. એટલા માટે આ પ્રકારે વાઈરસના ફેલાવવાની સંભાવના ઘટી જાય છે. જો તમે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.

શું કપડાં ધોવા માટે અલગથી સાવધાની રાખવી જરૂરી છે?

હા, પરંતુ તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે કોઈ સામાન્ય અથવા બીમાર વ્યક્તિના કપડા ધોઈ રહ્યા છો. તમે દરરોજની જેમ કપડા સાફ કરો. અમુક વાઈરસને સાફ કરવાનું મુશ્કેલ હોય છે. જ્યારે કોરોનાવાઈરસની પાસે એક જાડી પટલ હોય છે જે સાબુના ઝપેટમાં આવી જાય છે. કપડાંને સામાન્ય રીતે ધોવા અને સૂકવાવાની પ્રક્રિયા વાઈરસને દૂર કરવા માટે પૂરતી છે.

CDC (સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ)ના જણાવ્યા અનુસાર, જો કોઈ દર્દીના કપડા ધોઈ રહ્યું છે તો મોજા પહેરવા જોઈએ. ધ્યાન રાખવું કે કપડાં અને પથારીને ઝાપટવી નહીં. કપડાં ધોવા માટે ગરમથી ગરમ પાણીનો ઉપયોગ કરવો અને તેને સંપૂર્ણપણે સૂકવવા દો. તમે દર્દીના કપડાને બીજા કપડાની સાથે મૂકી શકો છો. ડોક્ટર મારના જણાવ્યા પ્રમાણે, અમે જાણીએ છીએ કે, આ પ્રકારના વાઈરસ બીજી સપાટીની સરખામણીએ કપડા પર જલ્દીથી નષ્ટ થઈ જાય છે.

વાઈરસ સપાટી પર કેટલા સમય સુધી રહે છે- 

ધ ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં માર્ચમાં પ્રકાશિત કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, વાઈરસ મેટલ અને પ્લાસ્ટિક પર ત્રણ દિવસ અને કાર્ડબોર્ડ પર 24 કલાક સુધી રહી શકે છે.

શું પત્ર, અખબાર અને વસ્તુથી પણ કોઈ જોખમ છે?

આ રીતે વાઈરસ ફેલાવાનું જોખમ ખૂબ ઓછું છે. અત્યાર સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી, જેનાથી જાણી શકાય કે પેકેટ ખોલવા અથવા અખબારના કારણે કોઈ બીમાર થયું હોય. તેમ છતાં તમારે સાવધાની રાખવી જરૂરી છે. જો તમને તેને લઈને કોઈપણ પ્રકારની ચિંતા હોય તો ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ સ્ટડીની મદદ લો અને પત્ર અથવા માલ આપતા પહેલા તેને 24 કલાક રાખો.

શું બહારથી આવ્યા બાદ જૂતાને કાઢીને સાફ કરવાની જરૂર છે?

જૂતા પર બેક્ટેરિયા અને વાઈરસ હોય શકે છે, પરંતુ તેને સંક્રમણનું કારણ માનવામાં નથી આવતું. તાજેતરમાં ચીનમાં હેલ્થ વર્કર્સ પર કરવામાં આવેલ રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, લગભગ અડધા લોકોના જૂતા પર કોરોનાવાઈરસ જોવા મળ્યો. જો કે, તે શક્ય હતું, કારણ કે, તેઓ હોસ્પિટલ અને દર્દીઓની વચ્ચે કામ કરી રહ્યા હતા. જો તમારા જૂતા ધોવા લાયક હોય તો તેને ધોવા. જૂતાને સાફ કરશો નહીં, કેમ કે તેનાથી વાઈરસ સીધો તમારા હાથ પર આવી શકે છે. ડોક્ટર જેનોસ્કીના જણાવ્યા પ્રમાણે, જૂતાથી કોરોનાવાઈરસ સંક્રમણની ચિંતા કરવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો