ચીનના વધુ એક વાયરસનું જોખમ: માણસમાં મળી આવ્યો H10N3 બર્ડ ફ્લૂનો વાયરસ, સમગ્ર દુનિયામાં માનવ સંક્રમણનો આ પ્રથમ કેસ

ચીનના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે દેશના જિઆંગસૂ ક્ષેત્રમાં H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે. તેનો અર્થ તે છે કે H10N3બર્ડ ફ્લૂનું સંક્રમણ પ્રથમ વખત કોઈ માણસમાં લાગ્યું હોવાનું સામે આવ્યું છે. આ સંક્રમણ એક પુરુષને લાગ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

41 વર્ષીય પુરુષને આ બર્ડ ફ્લૂનું સંક્રમણ લાગ્યું
જિઆંગસૂ ક્ષેત્રના ઝેનજિયાંગ શહેરમાં એક 41 વર્ષીય પુરુષને આ બર્ડ ફ્લૂનું સંક્રમણ લાગ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મરઘી પાલનથી આ બર્ડ ફ્લૂ ફેલાય છે અને મોટા સ્તરે તેને ફેલાવાનું જોખમ ઘણું જ ઓછું છે.આયોગની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા એક નિવેદનના આધારે આ જાણકારી સામે આવી છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે જણાવ્યુ હતું કે દુનિયામાં હજી સુધી H10N3 બર્ડ ફ્લૂનો માનવ સંક્રમણનો કોઈ કેસ નોંધાયો નથી.

આયોગે જાણકારી આપી હતી કે 28 એપ્રિલે તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે વ્યક્તિમાં તાવ અને અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. એક મહિના બાદ એટલે કે 28 મે ના રોજ તે વ્યક્તિમાં H10N3 બર્ડ ફ્લૂના વાયરસની પુષ્ટિ થઈ છે. જો કે આયોગનું કહેવું છે કે આ વાયરસ હજી સુધી જોખમભર્યો નથી.

આ તરફ પીડિત વ્યક્તિની સ્થિતિ સામાન્ય છે અને જલ્દી જ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. તે શખ્સના સંપર્કમાં આવેલા લોકોમાં સંક્રમણ લાગ્યું નથી. જણાવી દઈએ કે ચીનમાં એવિયન ઇન્ફલૂએન્જાના ઘણા સ્ટ્રેન હાજર છે અને તેમાના કેટલાક માણસોને પણ સંક્રમિત કરી ચૂક્યા છે.

1997માં સામે આવ્યો હતો H5N1નો પ્રથમ કેસ
બર્ડ ફ્લૂ ફેલાવવા પાછળ ઘણા વાયરસ જવાબદાર હોય છે, પરંતુ તેમાં H5N1ને જોખમી માનવામાં આવે છે. કારણ કે આ વાયરસ માણસોમાં બર્ડ ફ્લૂના સંવાહક તરીકે કામ કરે છે અને તેમને તેનો શિકાર બનાવે છે. માણસમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 1997માં સામે આવ્યો હતો. ત્યારે હોંગકોંગમાં મરઘી દ્વારા એક વ્યક્તિમાં આ વાયરસથી સંક્રમણ લાગ્યું હતું.

2003થી બર્ડ ફ્લૂનો આ વાયરસ ચીન, યુરોપ, આફ્રિકા સહિત એશિયાના ઘણા દેશોમાં ફેલાવાની શરૂ થયો. વર્ષ 2013માં ચીનમાં એક વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમણ લાગ્યું હતું. જો કે WHOનો દાવો છે કે બર્ડ ફ્લૂ સામાન્ય રીતે માણસોને સંક્રમિત કે અસર નથી કરી શકતું. હવે બર્ડ ફ્લૂનો H10N3 સ્ટ્રેનનો નવો કેસ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો