‘આખી દુનિયામાં શીખો જેવી સેવા કોઈ ન કરી શકે’ વીડિયો જોઈને લાખો લોકોની આંતરડી ઠરી! જૂઓ.

આપણે બાળપણથી એક પંક્તિ સાંભળતા આવીએ છીએ કે, ‘મજહબ નહીં સિખાતા આપસ મે બૈર રખના, હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા’. આપણો દેશ સંસ્કૃતિ અને ભાવનાનો દેશ છે. એક બીજાની મદદ કરવી એ આપણા ખુનમાં છે. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ વાત આપણને નાનપણથી જ શીખવાડવામાં આવી છે. અહીં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના નેતા અને દિલ્હીના પુર્વ વિધાયક અનિલ શર્માએ આ વીડિયો શેર કર્યો છે. 12 નવેમ્બરે ગુરુ નાનક જયંતી હતી. આ વીડિયો તે દિવસે જ શેર કરવામાં આવ્યો હતો. તેણે વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, દુનિયામાં શીખો જેવી સેવા કોઈ ન કરી શકે… જોઈ લો એક નાનું અમથું ઉદાહરણ…વાહેગૂરુ.

વીડિયોમાં શીખ સમુદાયના કેટલાક લોકો ટ્રેન મુસાફરોને રોટલી આપી રહ્યા છે. ખાસ વાત એ છે કે જેને રોટલી આપવામાં આવી રહી છે તે લોકો ચાલુ ટ્રેનમાં બેઠા છે. લોકો દોડી દોડીને ટ્રેનમાં બેઠેલાની મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં જનતાએ આ દ્રશ્ય જોયા બાદ બધા શીખોના દિવાના થઈ ગયા છે. આ વીડિયો લાખો લોકો જોઈને ભાવુક થયા છે અને હજુ લગાતાર શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ એક માણસે ટ્વીચ કરી હતી કે જો શીખ લોકોનાં લંગર ન હોત તો હું મરી જાત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો