ગુજરાતના MLAની માગ, વેચાઈ જતા ધારાસભ્યો કે સાંસદ સામે દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ

રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. રાજ્યસભામાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને તોડી રહી છે. જોડતોડની રાજનીતિ વચ્ચે ગુજરાતના જ એક ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો છે કે, એક ધારાસભ્ય 100 કરોડ રૂપિયામાં વેચાયો છે. મહત્ત્વની વાત એ છે કે, 15 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્યોમાં પાર્ટીમાંથી રાજીનામાં આપવાનો દોર શરૂ થઇ ગયો હતો અને સાંજ સુધીમેં એક પછી એક એમ ચાર ધારાસભ્યોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.

રિપોર્ટ અનુસાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબૂક પર પોસ્ટ કરીને આક્ષેપો કર્યા છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. તો 100 કરોડ રૂપિયામાં બે વેંચાયા છે કે, 100 કરોડમાં 1 વેંચાયો છે? મતદારોએ જેમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે. તેઓ ચૂંટણી જીત્યાબાદ થોડા રૂપિયા ખાતર વેચાઈ જાય છે. આવા ધારાસભ્યો અને સાંસદો પર દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્યના એક મતથી જ અહેમદ પહેલનો વિજય થયો હતો ત્યારે આ વખતે પણ વિધાનસભાના BTPનો એક ધારાસભ્ય છે પરંતુ તે કોની તરફેણમાં મતદાન કરશે તે હજુ સ્પષ્ટ કર્યું નથી. મહત્ત્વની વાત એ કહી શકાય કે, કોંગ્રેસ તેમના ધારાસભ્યોએ એક રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે છતાં પણ એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. જેમાં એક ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પેન્ડીંગ કામ પુરા કરવાની શરત મૂકીને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો