કોરોનાના કારણે અડધા ગુજરાતમાં લોક ડાઉન જેવી સ્થિતિ, ગીર, કાંકરિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો પણ બંધ

કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે રાજ્ય સરકાર એક બાદ એક મોટા નિર્ણય લઈ રહી છે. રાજ્ય સરકારે 25 માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા પણ 29 માર્ચ સુધી મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સુધી કોરોના વાયરસનો એકપણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

કોરોના વાયરસને લઈ રાજ્ય સરકારે તમામ પ્રવાસનનાં સ્થળો ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેવામાં 25 માર્ચ સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે 29 માર્ચ સુધી જંગલ સફારીને પણ બંધ કરી દેવામાં આવી છે. તો કોરોના વાયરસને કારણે ઈતિહાસમાં પહેલીવાર ચોટીલા મંદિર ભક્તોનાં દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગીર અને કાંકરિયા સહિતના સ્થળો પણ બંધ

રાજ્ય સરકારે રવિવારેગુજરાતમાં શાળા કોલેજ,મલ્ટીપ્લેક્સ, સહિત મોટા ભાગ ના જાહેર સ્થળો પર નાગરિકો માટે 29 માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, તેની સાથે ગીર અને કાંકરિયા સહિતના સ્થળો પણ બંધ કરાયા છે, જેના લીધે અડધું ગુજરાત બંધ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે સરકારે તમામ દર્શનીય સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ગુજરાતમાં વાયરસનો ફેલાવો ન થાય તે માટે સરકારે પ્રવાસન સ્થળો પર લોકડાઉન કરી દીધું છે. સાથે જ સરકાર દ્વારા તમામ સલામતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં સરકારે થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે. અને એક જ દિવસમાં જાહેરમાં થૂંકનાર લોકોને પાસેથી 7 લાખ રૂપિયાનો દંડ સરકારે વસૂલ કર્યો છે.

અમદાવાદના સામાન્ય દિવસોમાં ધમધમતા મોલમાં હાલ કાગડા ઉડે છે

ગુજરાતમાં કોરોનાને કારણે શાળા-કોલેજ અને મલ્ટીપ્લેક્સ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે મોલ ચાલુ રાખ્યા છે. પરંતુ કોરોનાના ભયને કારણે મોલમાં પણ કાગડા ઉડતા જોવા મળે છે. કોરોનાના ડરને કારણે અમદાવાદીઓ પણ કામ સિવાય ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેમાં અડધું અમદાવાદ બંધ જેવી સ્થિતિમાં છે. લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી શકે તે માટે મોલ ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ સામાન્ય દિવસોમાં ધમધમતા આ મોલ હાલ ખાલીખમ થઈ ગયા છે. તેની સાથે સાથે પાર્કિંગ પણ ખાલી જોવા મળ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો