ગુજરાતની દીકરીએ અમેરિકાથી મદદનો ધોધ વરસાવ્યો, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જેઓ નિ:સ્વાર્થ લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના એક નાનકડા ગામની દીકરીએ અમેરિકાથી પોતાના દેશ ભારતમાં મદદનો ધોધ વરસાવ્યો છે. અમેરિકાથી રૂપાબેને ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પારડી તાલુકાના દશવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના શખ્સોની એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે.

રૂપા દેવાંગ નાયક દશવાડાના કાળીદાસ નાયકના પુત્રવધૂ છે. જેઓ મફતલાલ ગ્રૂપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડન્ટનાં હોદ્દા ઉપર હતા. આ રૂ. 35 કરોડનાં બહુમૂલ્ય જીવનરક્ષક ઈન્જેકશનના દાન થકી આ પરિવારે અનાવિલ સમાજનું નામ રોશન કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો