ગુજરાતી જૈન પરિવાર કોરોનાને કારણે ઈરાનમાં ફસાયો, યુવકે કહ્યું- બધું નોનવેજ મળે, ભોજનનાં પૈસા નથી, સરકાર પાસે માંગી મદદ
કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વસમાં ડરનો માહોલ છે. અને ભારતે પણ વિદેશી લોકો માટે વિઝાબંધી કરી દીધી છે. તેવામાં ઈરાનમાં એક ગુજરાતી જૈન પરિવાર ફસાયો છે. જૈન પરિવારનાં એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને પીએમ મોદી અને અમિત શાહ પાસે મદદ માગી છે. વીડિયોમાં યુવકે જણાવ્યું કે, અમને કંઈ થશે તો તેના માટે ભારતીય એમ્બેસી જવાબદાર હશે.
Sir Mr. kaivan shah with his parants Vijay shah alias dadhi and Usha V shah are stuck in Tehran,Iran and need your immediate help to come back to India.They are from Malad,Mumbai and are gujarati https://t.co/8DUH36xpxM is urgent if yourself can look into this and oblige.please. pic.twitter.com/n02xOtJTTD
— chandrakant kothari (@cmk63) March 11, 2020
મુળ ગુજરાતી જૈન અને મુંબઈમાં રહેતો પરિવાર હાલ ઈરાનમાં ફસાયો છે. પરિવારનાં કૈવન શાહ નામનાં યુવાને સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને મદદ માગી છે અને પોતાની વ્યથા વ્યક્ત કરતાં કૈવન શાહ કહે છે કે, છેલ્લા 20 દિવસથી તહેરાનમાં છું. ઈન્ડિયન એમ્બેસીનાં અધિકારીઓ છેલ્લા 10 દિવસથી કહી રહ્યા છે કે તમારા માટે કાંઈ કરીશું. હું રોજ 6 દિવસથી દરરોજ 3 કલાક અહીં આવું છું. અને વિનંતી કરું છું કે, સર મારા માતા-પિતા 62 વર્ષની આસપાસનાં છે અને આ લોકો તેમને કોરોના વાઈરસ થાય તેની ત્યાં સુધી લઈ જવા માગતા નથી.
આ ઉપરાંત વીડિયોમાં યુવાને કહ્યું કે, અમારી પાસે ભોજનના પણ પૈસા નથી. અમે શાકાહારી છીએ એટલે હાલ ફળ અને શાકભાજી પર જીવી રહ્યા છીએ. હું હાથ જોડીને વિદેશ મંત્રી અને વડાપ્રધાનને વિનંતી કરૂ છું કે, આર્મીનું પ્લેન મોકલો, અમારા માટે એક પણ ફ્લાઇટ નથી. બસ એમ જ કહેવામાં આવશે કે રાહ જુઓ પણ રાહ જોવા માટે અમારી પાસે કંઇ નથી. જો અમને કંઇ થાય તો તેના માટે ઇન્ડિયન એમ્બેસી તહેરાન જવાબદાર ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

