યુકે ઈલેક્શનમાં ગુજરાતીનો દબદબો, ગુજરાતી મૂળના 16 ઉમેદવારો મેદાનમાં, કન્ઝર્વેટિવ પાર્ટીએ 8 ગુજરાતીઓને ટિકિટ આપી

યુકેમાં જનરલ ઈલેક્શનનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. 12મી ડિસેમ્બરે મતદાન યોજાશે. બધી પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોંડીનું જોર લગાવી રહ્યા છે. યુકેમાં દર ચૂંટણીમાં ગુજરાતી ઉમેદવારો અને મતદારોનો દબદબો હોય છે, આ વખતે પણ ગુજરાતી ઉમેદવારોને દબદબો યથાવત્ છે. બધી પાર્ટીઓએ કુલ મળીને 16 ગુજરાતી મૂળના ઉમેદવારો ઉભા રાખ્યા છે.

એક રીપોર્ટ પ્રમાણે ભારતીય સમુદાય કન્ઝર્વેટિવ પાર્ટી તરફી મતદાન કરે તેવી પૂરી શક્યતા છે. કાશ્મીર અંગે ભારત સરકારની ટીકાના કારણે લેબર પાર્ટીથી ભારતીય સમુદાય નારાજ છે. જેનું નુકશાન લેબર પાર્ટીએ આ ચૂંટણીમાં ભોગવવું પડી શકે તેમ છે.

કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ગુજરાતી ઉમેદવારો

પ્રીતિ પટેલ – વિથામ
શૈલેશ વારા – નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયર
ભૂપેન દવે – લેસ્ટર ઈસ્ટ
અંજના પટેલ – બ્રેન્ટ નોર્થ
રાજ શામજી- બર્મિંગહામ પેરી બાર
તમકીન – શેખ બાર્કિંગ
સીના શાહ – બ્રેન્ટફોર્ડ એન્ડ આઈઝલવર્થ
આતિફા શાહ – રોચડેલ

લિબરલ ડેમોક્રેટ્સ તરફી ચૂંટણી લડી રહેલા ગુજરાતી ઉમેદવારો

નિતેશ દવે – લેસ્ટર ઈસ્ટ
કિશન દેવાણી- મોન્ટેગોમેરીશાયર
ડેવ રાવલ – હેક્ની સાઉથ એન્ડ શોરડિચ

બ્રેક્ઝિટ પાર્ટી તરફી ચૂંટણી લડી રહેલા ગુજરાતી ઉમેદવારો

સમીર આલસુદાની- એલિંગ સેન્ટ્રલ એન્ડ એક્ટન
પરાગ શાહ – એન્ફિલ્ડ, સાઉથગેટ
કૈલાશ ત્રિવેદી – ગ્રિનવિચ એન્ડ વુલિચ
વિરલ પરીખ – સન્ડરલેન્ડ સેન્ટ્રલ
વિશાલ દિલિપ ખત્રી – વુલ્વરહેમ્પટન સેન્ટ્રલ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો