વડોદરામાં રક્ષક જ બન્યા ભક્ષક! પોલીસકર્મીએ આરોપીને મોતને ઘાટ ઉતારી, પુરાવા રફેદફે કર્યાનો આક્ષેપ

વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા. પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ છે. ફતેગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે.

ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો. આટલું જ નહીં પોલીસે શંકાસ્પદ આરોપીને મોતના ઘાટ ઉતાર્યા બાદ પરિવારજનોએ પણ ખોટી માહિતી આપી કે, આરોપીને છોડી મૂકાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસે હત્યાના તમામ પુરાવા પણ નાશ કરી દીધા હતા. આ કેસમાં PI સહિતના આરોપી પોલીસ કર્મી ફરાર છે. SPએ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે પરંતુ કાયદા રક્ષક જ જો હત્યારા બની જાય અને આવા ગુનાને અંજામ આપે તો કાયદાના રક્ષાની અપેક્ષા કોની પાસે રાખી શકાય. આ ઘટના પરથી અનેક સવાલ ઉપસ્થિત થાય છે.

પોલીસકર્મીઓ હત્યારા બની જાય તો સમાજની શું હાલત થાય?, ચોરીની આશંકાએ આરોપીનો જીવ જાય એટલી હદ સુધી માર માર્યો? જો આવુ જ હોય તો પોલીસકર્મી અને તાલિબાનોમાં શું ફેર રહ્યો? આવા કેટલા મામલા હશે જે સામે નહીં આવ્યા હોય? ચોરીની શંકા હતી તો પૂરતી તપાસ કાયદાની રાહે કેમ ન કરી? તમને કોણે અધિકાર આપ્યો કોઈનો જીવ લેવાનો?યુપીના હત્યારા વિકાસ દુબે અને તમારામાં કોઈ ભેદ ખરો? આવા અનેક સવાલ આ ઘટના પરથી થવા સ્વાભાવિક છે.

સળગતા સવાલ

  • પોલીસકર્મીઓ હત્યારા બની જાય તો સમાજની શું હાલત થાય?
  • ચોરીની આશંકાએ આરોપીનો જીવ જાય એટલી હદ સુધી માર માર્યો?
  • જો આવુ જ હોય તો પોલીસકર્મી અને તાલિબાનોમાં શું ફેર રહ્યો?
  • આવા કેટલા મામલા હશે જે સામે નહીં આવ્યા હોય?
  • ચોરીની શંકા હતી તો પૂરતી તપાસ કાયદાની રાહે કેમ ન કરી?
  • તમને કોણે અધિકાર આપ્યો કોઈનો જીવ લેવાનો?
  • યુપીના હત્યારા વિકાસ દુબે અને તમારામાં કોઈ ભેદ ખરો?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો