ગુજરાતના ટોપ 10 ધનકુબેર, જાણો કોણ છે મોખરે? કોણ છે કેટલી સંપત્તિના માલિક? જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતના 58 ધનકુબેરોની યાદીમાં અદાણી એન્ટરપ્રાઈસના ગૌતમ અદાણી રૂપિયા 71 હજાર 800 કરોડની પ્રોપર્ટી સાથે સૌથી મોખરે છે, તો ભારતના 831 અબજોપતિની યાદીમાં ગૌતમ અદાણીનો ક્રમ 8મો છે. બીજા નંબરની વાત કરીએ તો ગુજરાતના ધનકુબેરમાં કેડિલા હેલ્થકેરના પંજક પટેલ 32 હજાર 100 કરોડની સંપત્તિ સાથે બીજા નંબરે છે. જ્યારે આખા ભારતની યાદીમાં પંકજ પટેલ 22માં ક્રમે છે.

બાર્કલેઝ હુરુન ઈન્ડિયા રિચલિસ્ટે વર્ષ 2018ના જાહેર કરેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. જે ગુજરાતના 58 અબજોપતિની યાદી જાહેર કરાઈ છે તેમાં 28 અબજોપતિ આપબળે અબજોપતિ બનેલા છે. તો આ યાદીમાં આઈટી સેક્ટર અને સર્વિસ સેક્ટરના અબજોપતિની સંખ્યા પણ વધારે છે. 58 અબજોપતિમાંથી 49 લોકો અમદાવાદમાં રહે છે. તો 5 લોકો રાજકોટમાં, 3 લોકો સુરતમાં અને 1 વ્યક્તિ વડોદરામાં રહે છે.

બાર્કલેઝ હુરુન ઇન્ડિયા રીચમાં ગુજરાત રાજ્યના ટોપ ટેન ધનવાનોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે નીચે પ્રમાણે છે.

1. ગૌતમ અદાણી પરિવાર – 71200 કરોડ – અદાણી એન્ટરપ્રાઈસ

2. પંકજ પટેલ- 32100 કરોડ – કેડિલા હેલ્થકેર

3. ભદ્રેશ શાહ- 9700 કરોડ –  AIA એન્જિનિયરિંગ

4. કરસન પટેલ – 9600 કરોડ – નિરમા

5 & 6. સમીર-સુધીર મહેતા – 8300 કરોડ – ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ

7. રાકેશ કરસન પટેલ – 5900 કરોડ – નિરમા

8. સંદીપ એન્જિનિયર – 5300 કરોડ – એસ્ટ્રાલ પોલીટેકનિક

9. સંજય લાલભાઈ – 4900 કરોડ – અરવિંદ

10. અચલ બકેરી અને પરિવાર – 4800 કરોડ – સિમ્ફની

રાજ્યની વાત કરીયે તો આ યાદીમાં પ્રથમ નંબરે મહારાષ્ટ્ર છે જ્યારે ગુજરાત ચોથા ક્રમે છે. યાદીમાં અનુક્રમે મહારાષ્ટ્ર, દિલ્હી-એનસીઆર, કર્ણાટક, ગુજરાત અને તેલંગણા એમ પાંચ રાજ્યો છે.

દેશમાં પ્રથમ નંબરે મુકેશ અંબાણી (371000 કરોડ રૂપિયા) છે જે સતત સાતમાં વર્ષે આ ક્રમ જાળવી રાખ્યો છે. જ્યારે બીજા નંબરે હિંદુજા પરિવાર (159000 કરોડ રૂપિયા) છે. ત્રીજા નંબરે લક્ષ્મી મિતલ પરિવાર (114500 કરોડ રૂપિયા), ચોથા નંબરે અઝીમ પ્રેમજી (96100 કરોડ રૂપિયા) જ્યારે પાંચમા નંબરે દીલીપ સંઘવી (89700 કરોડ રૂપિયા) છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો