લ્યો બોલોઃ ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કોભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અનેક વાહનોમાં અનેક મણ સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચે તે પહેલાં એસઓજી પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આશરે 14 જેટલા વાહનોમાં અનાજ બરોબાર જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે રસ્તામાં જ વાહનોને પકડી પાડ્યા હતા અને સાથે અનાજ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ અનાજ લૉકડાઉનમાં સરકરા દ્વારા ગરીબોને અપાતુ અનાજ છે જે સગેવગે થઇ રહ્યું હતું. ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં અનાજ માફિયા અને તંત્રની મીલીભગતથી બિસ્કીટની ફેકટરીમાં મફતનું અનાજ મોંઘા ભાવે વેચાય જવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, કેટલાંક ઓટો રીક્ષા તથા છકડો રીક્ષાવાળા ઈસમો ગામડામાંથી ઘરે ઘરે ફરી સરકાર તરફથી આપવામા આવેલ રેશન કાર્ડના મફતના ઘઉં સસ્તા ભાવે ખરીદી કરી નવલગઢ ખાતે આવેલી ફેકટરીમાં વેચાણ કરવા જતા હતા. આ આધારે સીતાપુર બસ સ્ટેન્ડ પાસે ધાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે રોડ પર નાકાબંધી કરતા બાતમીમાં જણાવેલ વાહનો મળી આવ્યા હતા.

વાહનમાંથી ઘઉનો જથ્થો બિલ કે આધાર પુરાવા વગર નો કુલ 11 વાહનોમાં ભરવામાં આવેલ ઘંઉનુ કુલ વજન 439 મણ જે એક મણના કીમત રૂપિયા 250 લેખે 439 મણના કુલ કીમત રૂપીયા 1,09,750/- ના રેશન કાર્ડ ધારકો ને સરકાર દ્વારા આપવામાં આવેલ સસ્તા ઘંઉનું વેચાણ લઈ વધુ પૈસાથી કારખાનામાં વેચાણ કરવા જતા હોય. ઉપરોક્ત તમામ ઘઉંનો જથ્થો સી.આર.પી.સી કલમ 102 મુજબ તપાસ અર્થે કબ્બે કરેલ છે. ધાગંધ્રા તાલુકા પોસ્ટમાં નોંધ કરાવી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીઓની મિલી ભગતથી માફીયાઓ ગરીબોના રાશનને બારોબાર વેચી નાખે છે. તાજેતરમાં જ લખતના અણીયારી ગામથી વિરમગામ બરોબર જતો અનાજનો જથ્થો ઝડપાયો હતો. માફીયાઓ અને તંત્રની મોડસ ઓપરેન્ડી એવી હોય છે કે સરકારી અનાજ ભરેલા જે કોથળા હોય તે બદલી નાખે જેથી અનાજ ઓળખાય નહીં .

સળગતા સવાલ

  • સરકારી અનાજ કોણ બારોબાર વેચી રહ્યું છે?
  • ગરીબોના હકનું અનાજ કોણ ખાઇ રહ્યું છે?
  • આવું કેટલું અનાજ બારોબાર વેચાતું હશે?
  • સરકારી અનાજની કાળાબજારી ક્યાં સુધી?
  • આવા કૌભાંડીઓ સામે કાર્યવાહી ક્યારે થશે?
  • આ લોકો સામે કડક કાર્યવાહી થશે કે ભીનું સંકેલાઇ જશે?
  • સરકારી અનાજ કૌભાંડના તાર ક્યાં સુધી?
  • આ કૌભાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે?

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો