આજથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ ભરવો પડશે
આગામી 9મી સપ્ટેમ્બરથી ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવ શરૂ થવાની છે. જેને લઇને હેલ્મેટ પહેરવાનો ભંગ કરવાના નિયમના સૌથી વધુ કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યાં છે. આ ડ્રાઇવ આગામી 9મી સપ્ટેમ્બરથી 20મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં હેલ્મેટ ન પહેરનારા લોકોને દંડ કરવામાં આવશે.
ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપ દ્વારા દસ્તાવેજો રજૂ કરાવી શકાશે
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે આ દંડની રકમ વસૂલવા માટે જ્યારે પોલીસ કે RTO જરૂરી દસ્તાવેજો માંગે ત્યારે પુરા પાડવાના રહેશે. આ દસ્તાવેજો કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ડિજિટલ લોકર કે એમ.પરિવહન એપના કોઈ પણ માધ્યમથી રજૂ કરી શકાશે. જેમની પાસે આ દસ્તાવેજો ડિજિટલી સાથે હશે તેને પોલીસ કે આર.ટી.ઓ દંડ નહીં કરી શકે.
કયા ગુનામાં કેટલો દંડ?
લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે. તેમજ અડચણરૂપ પાર્કિંગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો મેમો ફાડવામાં આવશે.
16 સપ્ટેમ્બરથી નવા સુધારા મુજબ ચાલકને નિયમો લાગુ પડશે
- ડિજીટલ ડોક્યુમેન્ટ બતાવવા છૂટ, હાર્ડ કોપી સાથે નહી હોય તો ચાલશે
- રસ્તા પર પૂર ઝડપે બાઈક ચલાવવા સામે સખ્તાઈથી કામ લેવાશે
- લાયસન્સ વગર વાહન ચલાવવા પર માલિક અને ચાલક બન્નેને 3000 સુધીનો દંડ
- જાહેર જગ્યાએ રેસ કરવા પર પહેલીવાર રૂ.5000 અને બીજીવાર રૂ.10,000 દંડ
- હેલ્મેટ ન પહેરનારને 500નો દંડ, Rc બુક અને વીમો ન હોય તો 500નો દંડ, બીજી વખત પકડાયા તો 1000 દંડ
- ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવા પર 1000ના સ્થાને 500 દંડ કરાયો
- સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો 500 દંડ, બાઈક પર થ્રી સીટર પર દંડ રાખ્યો નથી પણ બને તો બે લોકોએ જ વાહન પર સવાર થવું
માસ્ક નહીં તો 1000 અને હેલ્મેટ નહીં તો 500નો દંડ
ગુજરાતમાં માસ્ક નહીં પહેર્યું હોય તો 1 હજાર રૂપિયા દંડ અને હેલમેટ નહીં પહેર્યું હોય તો 500 રૂપિયા દંડ થશે. આજથી 20 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક પોલીસને મેગા ડ્રાઈવ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે અન્ય દંડની વાત કરીએ તો લાયસન્સ, વિમો અને પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તો પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ કરવામાં આવશે. જ્યારે કાચ પર ડાર્ક ફિલ્મ લગાવવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રથમવાર રૂ.500 અને બીજીવાર રૂ.1000નો દંડ ફટકારવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

