ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નિકળેલા PSIને ચાલતા-ચાલતા જ અચાનક મોઢામાં આવી ગયું ફીણ, પત્નીની નજર સામે જ થયું મોત

સુરેન્દ્રનગર નોકરી કરતા 45 વર્ષીય પીએસઆઈનું અચાનક ચાલતા-ચાલતા મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે પત્ની સાથે મોર્નિંગ વોક પર ગયા હતા, અને અચાનક મોંઢામાંથી ફીણ આવ્યું અને પત્નીની નજર સામે જ પીએસઆઈનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લીમડીનો 45 વર્ષના જીતેન્દ્ર રાણા મૂળ ગાંધીનગરના સેક્ટર -27 ખાતે પત્ની આશાબેન સાથે રહે છે. એ.એસ.આઇ.માંથી પ્રમોશન લઇ તેઓ પી.એસ.આઇ બન્યા હતા. ગઇકાલે વહેલી સવારે તેઓ તેમની પત્ની આશાબા સાથે મોર્નિગ વોક માટે નિકળ્યા હતા. થોડીવાર ચાલ્યા હશે ત્યા અચાનક તેઓ પડી ગયા હતા, અને તેઓને મોઢા માથી ફીણ નિકળવા માંડ્યા હતા .. સાથે ચાલી રહેલા તેમના પત્ની કંઇ સમજે વિચારે એ પહેલાંજ તેઓ બેભાન થઇ ગયા હતા. ખરેખર તો તેમને ચાલતા ચાલતા જ હાર્ટ એટેક આવી ગયો હતો.

આ સમયે આસપાસના લોકોએ તાત્કાલિક ફોન પર કરી 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. જ્યાં પી.એસ.આઇને બેભાન અવસ્થામાં જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવા મા આવ્યા હતા

આ ખબર મળતા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ત્યા પહોંચી ગયા હતા, પરંતુ એ પહેલા જ પી.એસ.આઇ જીતેન્દ્ર રાણાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. સિવિલમાં ફરજ પર હાજર રહેલા ડોકટરોએ તેમને મૃત ઘોષિત કરતા ત્યા ઉપસ્થિત પોલીસ અધિકારીઓની પણ આંખો ભીની થઇ ગઇ હતી.

તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ બાદ તેમના માદરે વતન લઇ જવાયો હતો. તેમના પરિવારના જણાવ્યા અનુસાર, આ અગાઉ જીતેન્દ્ર રાણાને હ્રદય સંબંધી કોઇ બિમારી નહોતી, ફીટનેસ પ્રત્યે પણ તેઓ જાગૃત હતા, એવામાં એમના હાર્ટ એટેક ને નજરે જોનાર લોકો માટે આ એક જબરજસ્ત આઘાત હતો, તેમના પત્નીને હજુ પણ આ આઘાતની કળ વળી નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો