હૃદયસ્પર્શી દ્રશ્ય! ‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું…’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને દંપતિએ ટ્રેનમાં પગ મૂક્યો

કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે લોકડાઉનનો (lockdown) અમલ કરાયો હતો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા હતા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે માણસને ઘર- પરિવાર પાસે અથવા ગામ કે વતન તરફ જવાની ઈચ્છા થાય જ. આ અત્યંત માનવ સહજ છે. ગુજરાત સરકારે (Gujarat Government) શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરી છે. અમદાવાદ જિલ્લા પ્રશાસને પણ અત્યાર સુધી 1 લાખ 33 હજાર શ્રમિકોને વતન મોકલયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મુળ રાયબરેલીના વતની ક્રિશ્નાવતીએ જણાવ્યું હતું કે અમે અહીં જ રહીએ છીએ. નાનુ મોટુ કામ કરીએ છીએ. અમારું વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે.

ગુજરાતે અમને ઘણુ આપ્યું છે. જોકે આવી પરિસ્થિતિમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ. જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે. અમે તેનાથી સંતુષ્ટ છીએ. પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ.

મહત્વપૂર્ણ છે કેકોરોના કહેરેથી દેશ અને દુનિયા પરેશાન છે.સક્રમણ ઘટાડવા માટે સરકારે લોકડાઉન કર્યું અને જે લોકો જ્યાં છે ત્યાંજ રહેવા માટે આદેશ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો